આ દેશને વંઠુ વંઠુ થતાં રોકવાનો રામબાણ ઉપાય આપણા સામાજિક, ધાર્મિક તહેવારો

  • આ દેશને વંઠુ વંઠુ થતાં રોકવાનો રામબાણ ઉપાય આપણા સામાજિક, ધાર્મિક તહેવારો
    આ દેશને વંઠુ વંઠુ થતાં રોકવાનો રામબાણ ઉપાય આપણા સામાજિક, ધાર્મિક તહેવારો

આપણો દેશ ધર્માનુરાગી છે, આપણા દેશના ધર્મગ્રંથો અને પ્રાંગતિક ઈતિહાસ મનુષ્ય માત્રને ધર્માનુરાગી બનવા પ્રેરે છે. રામાયણ, મહાભારત, ભગવદ ગીતા અને ધર્માત્માઓ-ધર્મગૂરૂઓએ વિશ્ર્વને અજબ જેવી અસાધારણ સંસ્કૃતિ આપી છે, જે યુગોથી માનવજાતને ઉર્ધ્વગમનનું સમયની સાથે આપણો દેશ અને આખુ જગત બેફામ અધાર્મિક બનતા ગયા છે અને સંસ્કૃતિનું નખ્ખોદ કાઢી રહ્યા છે. વિજ્ઞાને અકલ્પનીય સિધ્ધિઓ હાંસલ કરી છે, ‘પરંતુ તે આડેધડ અને આયોજન અનુસાર નહિ થયાનો ભોગ આખુ જગત અને માનવજાત બન્યા છે. સંસ્કૃતિ નષ્ટ થતી રહી છે અને સંસ્કારનો લોપ થતો ગયો છે. આપણો દેશ અને આખુ વિશ્ર્વ મતિભ્રષ્ટ થયું છે. અને પ્રલય પૂર્વેની વિપત્તિઓ એને ઘેરી વળી છે.
આપણા દેશને વર્તમાન હાલતમાંથી ઉગારવાની જબરી મથામણ ચાલે છે.
ઉંડો વિચાર કરતા એવું લાગે છે કે, આપણી સંસ્કૃતિને વંઠુ વંઠુ થતા રોકવાનો અને પુન: સાચે રસ્તે વાળવાનો ઉપાય આપણા તહેવારો છે અને આપણા ઈતિહાસ છે. આખી દુનિયાને આ વાત લાગૂ પડે છે. તહેવારોની ઉજવણી લુપ્ત થયેલી આપણી સંસ્કૃતિને, સંસ્કારને અને પરંપરાગત ધાર્મિકતાને સજીવન કરે છે અને આપણા ભવ્ય અતીતનું સ્મરણ કરાવે છે.
આજે ગણેશ જયંતિના તહેવારનો ઉત્સવભીનો શુભારંભ થયો છે.
શ્રી ગણેશ શુભકર્તા અને વિઘ્ન હર્તા ભગવાન છે. કોઈ પણ લગ્નોત્સવ ગૃહ પ્રવેશ, નવા ધંધાની શરૂઆત સહિત કોઈપણ શુભ પ્રવૃત્તિનો આરંભ, ઉદઘાટન શ્રી ગણેશને સૌથી આગળ રાખીને
થાય છે.
અહી ઐતિહાસીક મહત્વની બાબત એ છે કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે એટલે કે અંગ્રેજી શાસનનો અંત આણવાના જંગમાં દેશના લોકોને એક કરવાની મશાલ શ્રી ગણેશે શોભાવી હતી. બાલ ગંગાધર ટિળકે શ્રી ગણેશને પ્રતીક બનાવીને દેશવાસીઓને એક અવાજે એકસંપ થવાનું એલાન કર્યું હતુ. જેમાં તેમને અજબ જેવી સિધ્ધિ મળી હતી. આજે પણ રાષ્ટ્રના નવ નિર્માણ અર્થે પ્રજાને એકસંપ કરવામાં ‘ધર્મ’ને માધ્યમ બનાવી શકાય. આજે આ તહેવારનો મહિમા અને આસ્થા અનેકગણા વધ્યા છે અને ઘર ઘર સુધી પહોચ્યા છે.
સંવત્સરી મહાપર્વ પણ ‘મિચ્છામિ દુકકડમ’ના મહાનાદ સાથે માનવસમાજમાં ક્રાંતિ-ઉત્ક્રાંતીનો જબરો માહોલ સર્જી
શકે છે.
આજના દિવસનું મહત્વ શ્રવણનું છે. બોલવુ ઓછુ, સાંભળવું વધારે અને સમજીને અમલ કરાવો. સમડી ઘાયલ થઈ હતી ને ભાવ પૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરે છે તો પછીના ભવમાં રાજકુમારી થાય છે નાગ-નાગીન આદર પૂર્વક અહોભાવ પૂર્વક શ્રવણ કરે છે તો ધરણેન્દ્રને પદમાવતી દેવીનું સ્થાન મળે છે. 21 વખત અહોભાવથી શ્રવણ કરીએ તો આત્માનું કલ્યાણ કરવાની તાકાત બારસા સુત્રમાં છે.
સંવત્સરીનું બીજું મહત્ત્વનું કર્તવ્ય ક્ષમાપના છે. બીજા દ્વારા અન્યાય સહન કરવો ને કોઈ ક્ષમાપના માટે આવે તો તેને ક્ષમા આપવી, જેની સાથે ગાંઠ બાંધી હોય અને વેર બંધાયુ હોય તેની સામે ચાલીને માફી માંગવી એ સૌથી અઘરૂ તપ છે. જો ક્ષમાપના ન આપો તો આખા વર્ષમાં કરેલી આરાધના નિષ્ફળ જાય. જેની સાથે અણ બનાવ હોય તેની પાસે સાચા અર્થમાં ક્ષમાપના કરવા જવું. ગયા ભવની વેરની ગાંઠ ચાલતી આવતી હોય તેથી જીવનના દરેક પ્રસંગમાં એમ સમજવું કે અન્યાય-એક ભવનું નુકશાન છે વેરની ગાંઠ-ભવોભવ ચાલશે તેથી પ્રભુની આજ્ઞા છે એ સમજી ક્ષમાપના આપવી. વેર વાળવાથી વળતુ નથી. વેર વળાવવાથી વધે છે.
પરમાત્મા કહે છે જેમની સાથે તમારા સંબંધો સારા છે ત્યાં ક્ષમાપના કરવા જાવ કે ન જાવ બહુ ફરક પડતો નથી પણ જ્યાં તમારા સંબંધો બગડયા છે જેમની સાથે વાંકુ પડયું છે, જેમની સાથે પ્રોબ્લેમ થયા છે ત્યાં ક્ષમાપના કરવા જાવ તેમાં જ સંવત્સરીની સાચી ઉજવણી છે પણ નડે છે શું ? પર્યુષણના સાત દિવસના પ્રવચન સાંભળીને હૈયુ હળવું તો થયું હોય, મન કુણુ તો પડયું હોય અને બધા જ દ્વેષભાવ સમાપ્ત કરવાના વિચારો પણ ઘણા કર્યા હોય પણ જ્યાં વિચારને અમલમાં મુકવાનો સમય આવે ત્યાં એક નવો વિચાર જન્મ લે ! અનંતકાળથી આત્મામાં પડેલો અહમ છે અને એને કાઢવો બહુ જ અઘરો છે. સામેવાળી વ્યક્તિ સાથે પ્રોબ્લેમ થવાનું કારણ શું હોય ?
"જીવનમાં દુ:ખ પડે તો મુખને સદા હસાવજો કોઇ લાખો રૂપિયા ચરણે ધરે તો ઠુકરાવજો પણ સંબંધ રાખે જે દિલથી તેને જીવનભર નિભાવજો.
ક્ષમા.....ક્ષમા.....ક્ષમા.....
આનો સારાંશ એજ છે કે, તહેવારો આપણા દેશની સંસ્કૃતિને સ્વસ્થ અને સાબૂત રાખવાનું ઘણુ મોટું કામ કરે છે. ઈતિહાસ અને તહેવારોમાંથી આપણી પ્રજા સારી પેઠે શીખે અને જીવનમાં ઉતારે તો જ
સાર્થક !