માલ્યા સાથે સંબંધોનો રાહુલ જવાબ દે: ભાજપ

નવીદિૃલ્હી, તા. ૧૩
શરાબ કારોબારી વિજય માલ્યાના દૃેશ છોડવાન્ો લઇન્ો હવે જોરદૃાર રાજકીય લડાઈ છેડાઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ આમન્ો સામન્ો આવી ગયા છે. રાહુલ ગાંધીના ગંભીર પ્રકારના આક્ષેપો બાદૃ ભાજપ્ો પણ નબળીરીત્ો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આક્ષેપોન્ો રદિૃયો આપતા કહૃાું હતું કે, યુપીએની સરકારના ગાળામાં માલ્યાન્ો ઘણી બધી રાહતો આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ પણ કેટલાક પ્રશ્ર્નોના જવાબ આપવા જોઇએ. પાત્રાએ પ્રશ્ર્ન કરતા કહૃાું હતું કે, માલ્યા અન્ો િંકગફિશર એરલાઈન્સ સાથે ગાંધી પરિવારના કેવા પ્રકારના સંબંધો રહેલા છે.
ભાજપ પ્રવક્તાએ કહ્યું હતું કે, કોલકાતા ઈન્કમ ટેક્ષ વિભાગે જાણકારી મેળવી હતી કે ડોટેક્સ નામની કંપની પાસેથી રાહુલ ગાંધીએ 1 કરોડ રૂપિયાની લોન લીધી હતી. શેલ કંપની ડોટેક્સના પ્રમોટર ઉદયશંકર મહાવરે પુછપરછમાં એ વાતનો સ્વિકાર કર્યો હતો કે, તેમની 200થી વધારે શેલ કંપનીઓ છે. 194મા નંબરે ડોટેક્સ કંપનીનું નામ નોંધાયેલું છે.
પાત્રાએ રાહુલ ગાંધી પર આરોપોની વણઝાર યથાવત રાખતા કહ્યું હતું કે, નોટબંધી સમયે રાહુલ ગાંધી હાયતોબા મચાવી રહ્યાં હતાં કારણ કે, હ અવાલા મારફતે કાળા નાણાંને સફેદ કરવામાં આવી રહ્યાં હતાં. રાહુલ ગાંધીએ હવાલા મારફતે પોતાના કેટલા પૈસા સફેદ કર્યા? ગાંધી પરિવારના કેટલા પૈસા આવી કંપનીઓમાં રોકાયેલા છે?
ભાજપ પ્રવક્તાએ આરોપ લગાવ્યો હતો કે, ક્યારેક તો એવો સવાલ ઉભો થાય છે કે, કિંગફિશર એરલાઈંસ માલ્યાની હતી કે ગાંધી પરિવારની? ગાંધી પરિવારનો એક પણ સભ્ય જ્યારે વિદેશ જતો હતો ત્યારે બિઝનેસ ક્લાસ ફ્રીમાં આપવામાં આવતો. તેવી જ રીતે આરબીઆઈ અને એસબીઆઈમાં અનેક પત્રાચાર થયા હતાં, જે દર્શાવે છે કે, માલ્યા અને કિંગફિશર એરલાઈન્સને લઈને સોનિયા ગાંધી અને મનમોહન સિંહે નિયમોમાં બાંધછોડ કરી હતી.