સંજીવ ભટ્ટના 10 દિવસના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ

  • સંજીવ ભટ્ટના  10 દિવસના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ
    સંજીવ ભટ્ટના 10 દિવસના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ

અમદાવાદ, તા.11
22 વર્ષ જૂના કેસમાં પાલનપુર કોર્ટે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કરતાં સરકારે હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેને હાઈકોર્ટે માન્ય રાખી હતી અને ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાઈકોર્ટને કરેલી રિટમાં સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી સંજીવ ભટ્ટ વિરુદ્ધ યોગ્ય તપાસ કરવા માટે તેમની પોલીસ કસ્ટડી જરૂરી છે. સીઆઈડી ક્રાઈમે ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.
આ સાથે સંજીવ ભટ્ટના રિમાન્ડ માટે અન્ય 18 જેટલા કારણો કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં મુખ્ય કારણ અફીણ સાથે પકડાયેલા આરોપીને માર મારી ધમકી આપવામાં આવી હતી. આરોપી તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે, તેમને રિમાન્ડ પર ન સોંપવાનો નીચલી અદાલતનો નિર્ણય અયોગ્ય છે.
રિટાયર્ડ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટની સાથે નિવૃત્ત પીઆઈ વ્યાસ સહિત 7ની અટકાયત કરવામાં આવી હતી. તપાસના અંતે પુરાવા મળતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ મામલે ફરી તપાસનો આદેશ કર્યો હતો.
1998માં પાલનપુર પોલીસ સ્ટેશનમાં નોર્કોટિક્સનો એક કેસ નોંધાયો હતો. જેની ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચી તપાસ કરવા સીઆઈડી ક્રાઈમને આદેશ કર્યો હતો. જે અંતર્ગત આઈજીપી અજય તોમર, ડીઆઈજી દિપાંકર ત્રિવેદ્દી અને એસપી વિરેન્દ્રસિંહ યાદવ તપાસ કામગીરી બજાવી રહ્યા છે. સાથે જ સેશન્સ જજ જૈનને સેવા નિવૃત્તિ લેવા આદેશ કર્યો હતો. થોડા માસ પૂર્વે પોલીસ અધિકારીઓના ભટ્ટના વિરૂધ્ધમાં નિવેદન હાઈકોર્ટની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની તપાસમાં નાર્કોટિક્સના કેસ સાથે સંકળાયેલા તમામ પોલીસકર્મીઓ સંજીવ ભટ્ટની વિરૂધ્ધમાં નિવેદન આપ્યા છે. તેમાં કેસ ખોટો કરવામાં આવ્યો હોવાનું નિવેદન અપાયું હતું.