અનામત જ નાબૂદ કરી દો: શંકરાચાર્ય

  • અનામત જ નાબૂદ કરી દો: શંકરાચાર્ય
    અનામત જ નાબૂદ કરી દો: શંકરાચાર્ય

મથુરા તા,10
એસસી/એસટી એક્ટ વિરુદ્ધ બોલનારા દ્વારકા-શારદાપીઠ અને જ્યોતિપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રવિવારે કહ્યું કે, અનામતને સંપૂર્ણ રીતે નાબૂદ કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે, તેના બદલે સમાજના દરેક વર્ગને ઉન્નતિની સમાન તક આપી સમાજ સેવા યોગ્ય બનાવવા જોઈએ, ત્યારે જ બધાનું ભલું શક્ય છે. તેમના પ્રતિનિધિ દ્વારા જારી નિવેદનમાં આ મુજબ જણાવાયું છે.
સ્ટેટમેન્ટ મુજબ, સ્વામીએ કહ્યું કે, જેને શિક્ષણ, નોકરી, પ્રમોશન બધામાં અનામતની વિશેષ સુવિધા મળી રહી હોય, તેમને કોઈ શું હેરાન કરી શકશે? તેમણે સવાલ કર્યો કે, જ્યારે તે અનામતનો લાભ ઉઠાવી ઉચ્ચ પદો પર બેઠા છે, તો તેમની સતામણી શક્ય પણ છે ખરી? તેમના પર કોઈ કઈ રીતે અત્યાચાર કરશે? નેતાઓએ દરેક વ્યકિત, દરેક વર્ગના કલ્યાણ માટે વિચારવું જોઈએ, નહીં કે માત્ર કોઈ વર્ગ વિશેષ માટે.
તેમણે કહ્યું કે, ‘અનામત સંર્પણ રીતે નાબૂદ થવી જોઈએ અને બધાને ઉન્નતિની સરખી તક આપી સમાજ સેવા કરવા યોગ્ય બનાવવા જોઇએ. જો યોગ્યતા તેના અનામતના આધાર પર ડોકટર બનશે તો પેટમાં કાતર જ ભૂલશે, અને જો પ્રોફેસર બનશે તો પુલ પાડશે. એવું ન કરો. તેમને પણ યોગ્ય બનવા દો, તેમને પ્રતિસ્પર્ધામાં આવવા દો. ત્યારે તેમનો વિકાસ થશે. તેમને માત્ર વોટ બેંક બનાવીને રાખવા તેમના પ્રત્યે અત્યાચાર સમાન છેે.’