‘કોટડી’માં કોટડીયા

  • ‘કોટડી’માં કોટડીયા
    ‘કોટડી’માં કોટડીયા

અમદાવાદ તા.10
રાજ્યમાં ચકચારી બનેલા બિટકોઇન તોડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. છેલ્લા ચાર મહિનાથી પોલીસને ચકમો આપીને નાશતા-ફરતા કોટડિયાની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મહારાષ્ટ્રના ધુળીયામાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને રાત્રે અમદાવાદ લવાયા હતા. આજે ક્રાઇમ બ્રાન્ચે નલિન કોટડિયાને કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે નલિન કોટડિયાના 17 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ આ કેસમાં નલિન કોટડિયાની પૂછપરછ કરશે. કોટડિયાની પૂછપરછમાં આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, બિટકોઈન તોડ મામલે નલિન કોટડિયાની સંડોવણીને લઈ તપાસ તેજ ચાલી રહી હતી. કરોડોના બિટકોઈન કૌભાંડ મામલે નલિન કોટડિયા સામે બિનજામીન પાત્ર વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સમન્સ મોકલવા છતાં સતત ગેરહાજર રહેતા કોટડિયાને ઝડપી લેવા માટે ઈઈંઉ ક્રાઈમે કોર્ટમાંથી વોરંટ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. છતાપણ પોલીસના હાથ તાળી દઇને કોટડિયા નસતો પરતો હતો. તેના નિવાસ સ્થાને પણ તાળા મારીતે ભાગી ગયો હતો.