શાહરૂખ સામે મૌલાનાઓ ખફા: જન્માષ્ટમી ઉજવી કેમ?

  • શાહરૂખ સામે મૌલાનાઓ ખફા: જન્માષ્ટમી ઉજવી કેમ?
    શાહરૂખ સામે મૌલાનાઓ ખફા: જન્માષ્ટમી ઉજવી કેમ?

મુંબઈ, તા.8
સોમવારે પોતાના ઘરે જન્માષ્ટમી નિમિત્તે દહી હાંડીનો કાર્યક્રમ રાખનાર બોલીવુડ સુપર સ્ટાર શાહરુખખાન પર ભડકેલા મૌલાનાએ ફતવો જારી કરી દીધો છે. શાહરુખે મુસ્લિમ હોવા છતાં હિન્દુ તહેવારની ઉજવણી કરી હોવાથી મૌલાના રોષે ભરાયા છે.
શાહરુખે પોતાના નિવાસ સ્થાન મન્નત ખાતે પત્ની ગૌરી અને પુત્ર અબરામ સાથે દહી હાંડીની ઉજવણીની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. જેના પગલે ફતવા ઓન મોબાઈલ સર્વિસ ચેરમેન મુફ્તી અરશદ ફારુકે કહ્યુ છે કે શાહરુખ એક સેલિબ્રીટી છે. તેમણે ધ્યાન રાખવુ જોઈએ કે કયો તહેવાર કેવી રીતે ઉજવવો. બીજાના ધર્મના તહેવારમાં સામેલ થવુ એક વાત છે પણ અન્ય ધર્મના તહેવારને પોતાના ઘરે મનાવવો તે ઈસ્લામ પ્રમાણે યોગ્ય નથી.
બીજી તરફ દેવબંધી ઉલેમા નદીમ ઉલ વાજદીએ કહ્યુ હતુ કે ઈસ્લામમાં બીજાના ધર્મના તહેવારની ઉજવણી પર પ્રતિબંધ છે. શરિયા પ્રમાણે પણ આ ખોટુ છે.