24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ !

  • 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ !
    24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ !

અમદાવાદ, તા.8
હવામાન ખાતાની આગાહી મુજબ સાઉથ ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, સુરત જિલ્લામાં વરસાદ રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આજે સાઉથ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આ મેઘરાજાની છેલ્લી એન્ટ્રી હોય શકે છે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાતા ભારે વરસાદ પડી શકે છે. સાઉથ ગુજરાત સિવાય મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.