ચીન અને ભારતને આર્થિક મદદ કરવી ગાંડપણ છે: ટ્રમ્પ

  • ચીન અને ભારતને આર્થિક મદદ કરવી ગાંડપણ છે: ટ્રમ્પ
    ચીન અને ભારતને આર્થિક મદદ કરવી ગાંડપણ છે: ટ્રમ્પ

ન્યૂયોર્ક, તા.8
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યુ કે, ચીન અને ભારત જેવા દેશોને આર્થિક મદદ કરવી એ ગાંડપણ છે. ભારત અને ચીન બન્ને દેશની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. જેથી આવા દેશોને આપવામાં આવતી તમામ મદદને બંધ કરી દેવી જોઈએ. ટ્રમ્પે વધુમા કહ્યુ કે, કેટલાક દેશોની અર્થવ્યવસ્થા સુધરી રહી છે. જેમા ચીન અને ભારતનો સમાવેશ થાય છે. જેથી આવા દેશોને આર્થિક સહાય આપવાનું બંધ કરવુ જોઈએ. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ અંગે ટ્રમ્પે કહ્યુ કે, હું ચીની રાષ્ટ્રપતિનો સૌથી મોટો ચાહક છું. પરંતુ મે તેમને જણાવ્યુ કે, આપણે નિષ્પક્ષ રહેવુ જોઈએ.