નરેશ પટેલ સરકારને નહીં મળે : મંથન કરશે

ગાંધીનગર, તા.8
ખોડલધામના નરેશ પટેલ ગાંધીનગર નહીં જાય તેવું બહાર આવ્યું છે. હાર્દિક પટેલ જે 3 મુદ્દા લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના દૂત બનીને નરેશ પટેલ સરકાર સાથે ચર્ચા કરતાં પહેલા સામાજિક અગ્રણીઓ સાથે નરેશ પટેલ હજુ ફરી બેઠક કરશે. નરેશ પટેલ સરકાર પહેલા સામાજિક અગ્રણીઓ સાથે મંથન કરશે. જેને લઈને સરકાર અને પાટીદાર અગ્રણીઓની બેઠકમાં નહીં થઈ શકે.
ગઇકાલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજ્યના મુખ્યપ્રધાન સાથે હાર્દિક પટેલના ઉપવાસ અંગે ચર્ચા કરવાના હતા.પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી 2 દિવસ માટે દિલ્હી ખાતે યોજાઈ રહેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેવા માટે ગયા હોવાથી આ મુલાકાત હાલના તબક્કે મુલતવી રાખવામાં આવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીની મુલાકાતે છે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાપાનના પ્રવાસે છે.