2.43 લાખ કરોડની ‘માયા’ છોડી ‘અલીબાબા’ કરશે ટેસડા !

  • 2.43 લાખ કરોડની ‘માયા’ છોડી ‘અલીબાબા’ કરશે ટેસડા !
    2.43 લાખ કરોડની ‘માયા’ છોડી ‘અલીબાબા’ કરશે ટેસડા !

બેઈજિંગ, તા.8
જાણીતી ઓનલાઈન કંપની અલીબાબાના સ્થાપક, પ્રમુખ તેમજ ચીનના સૌથી ધનિક વ્યક્તિ જેક માએ નિવૃત્તિનુ એલાન કર્યુ છે.
તેમણે કહ્યુ હતું કે સોમવારથી હું કંપનીમાંથી રિટાયર થઈશ અને હવે
લેખન વાંચન સાથે સંકળાયેલી પ્રવૃત્તિ કરીશ. 1999માં અલીબાબાની શરૂઆત કરી તે પહેલા જેક મા શિક્ષક હતા. જેક મા હાંગઝૂ શહેરની ટીચર્સ કોલેજમાંથી પોસ્ટ ગ્રેજયુએટ થયા હતા. 1999માં તેમણે મિત્રો પાસેથી 60000 ડોલર ઉધાર લઈને પોતાના એપાર્ટમેન્ટમાં અલીબાબા કંપની શરુ કરી હતી.પહેલા તો તેમને લોકો શકની નજરે જોતા હતા. ત્રણ વર્ષ સુધી લોકો તેમને ઠગ સમજતા રહ્યા હતા. એ પછી લોકોને વિશ્વાસ થોય હતો કે જેક મા બિઝનેસનો ચહેરો બદલી દેશે.
જેક મા પાસે કોમ્પ્યુટર સાયન્સનુ કોઈ બેકગ્રાઉન્ડ નથી. ગણિતના પેપરમાં તો એક વખત તેમને 120માંથી એક જ માર્ક મળ્યો હતો. 1980માં તેમણે સ્કૂલ શિક્ષકની નોકરી સ્વીકારી હતી. એ પછી અનુવાદ કરનારી કંપની ખોલી હતી. એ પહેલા નોકરી માટે તેઓ 30 જગ્યાએથી રિજેક્ટ પણ થયા હતા.
જેક મા બિઝનેસ માટે 1994માં અમેરિકા ગયા ત્યારે ઈન્ટરનેટ જોઈને હેરાન થઈ ગયા હતા. તે વખતે જ તેમને લાગ્યુ હતુ કે આ વસ્તુ દુનિયા બદલી નાંખશે.
આજે જેક મા ચીનના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 2.43 લાખ કરોડ રુપિયા છે.