ઓક્ટોબરથી ગુજરાતમાં ખેતીનું NA થશે ઓનલાઈન

  • ઓક્ટોબરથી ગુજરાતમાં  ખેતીનું NA થશે ઓનલાઈન
    ઓક્ટોબરથી ગુજરાતમાં ખેતીનું NA થશે ઓનલાઈન

અમદાવાદ તા,8
જમીન એન.એ. (બિનખેતી) અમદાવાદ અને ગાંધીનગરમાં સફળ બન્યું હોવાથી હવે આખા રાજ્યમાં શરૂ થઈ રહ્યું છે. મહેસૂલ વિભાગનો આ પાયલોટ પ્રોજેક્ટ આ બે જિલ્લામાં શરૂ થયો હતો અને તેના પરિણામ સારા મળ્યા છે તેથી સરકાર તેને રાજ્યના 33 જિલ્લામાં શરૂ કરવા વિચારણા કરી રહી છે.
રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે એન.એ. (બિનખેતી) ઓનલાઇન કરવાથી ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લાવી
શકાય છે. અમે ગાંધીનગર
અને અમદાવાદમાં એન.એ. ઓનલાઇનનો કાર્યક્રમ શરૂ કર્યો હતો જેના પરિણામ સારા આવ્યા છે. લોકોનો પ્રતિભાવ પણ સારો મળ્યો છે. હવે ઓક્ટોબરથી આ પ્રોજેક્ટને રાજ્યવ્યાપી કરવામાં આવશે.
રાજ્યની જિલ્લા કલેક્ટરની કચેરીઓમાં એન.એ. (બિનખેતી) આપવા માટે કર્મચારીઓને રૂપિયા આપવા પડતા હતા. સૌથી મોટો ભ્રષ્ટાચાર એનએ આપવામાં થતો હતો. એ ઉપરાંત સાત-બારના ઉતારામાં પણ લાંચ લેવામાં આવતી હતી તેથી સરકારે એન.એ. (બિનખેતી) સહિત મહેસૂલ વિભાગના તમામ દસ્તાવેજ ઓનલાઇન કરી દીધા છે તેથી ભ્રષ્ટાચારને અટકાવી શકાશે.
મહેસૂલ વિભાગમાં જમીનના દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે. એન.એ. (બિનખેતી) સહિત સાત-બારના ઉતારા પણ હવે ઓનલાઇન જોવા મળશે. નિયત ફી ચૂકવીને અરજદારો તેમના દસ્તાવેજ લઈ શકશે. 1947થી અત્યાર સુધીના તમામ દસ્તાવેજોનું ડિજિટલાઇઝેન થયું છે. લોકોને જિલ્લાના રેકોર્ડ હવે આંગળીના ટેરવે મળી રહેશે.