SC/ST એક્ટમાં OBCને ફસાવ્યા તો ખેર નથી: મૌર્ય

લખનૌ તા.8
યુપીના ઉપ-મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ નિવેદન આપ્યં છે કે, જો કોઇ દલિતે એસસી-એસટી એક્ટ અંતર્ગત પછાત વર્ગને પરેશાન કર્યો તો એમને પણ છોડીશું નહીં. બીજી તરફ એસસી-એસટી એક્ટ સામે થયેલા વિરોધમાં સરકારે જણાવ્યું હતું કે, એસ-એસટી એક્ટનો કોઇ દૂરઉપયોગ નહીં થવા દે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર કોઇના દબાણમાં આવીને એસસી-એસટી એક્ટમાં કોઇ પ્રકારના ફેરફાર નહીં કરે. પરંતુ, અમે વચન આપીએ છીએ કે તેનો કોઇ ખોટો ઉપયોગ નહીં થાય. આ એક્ટમાં ફેરફાર કરવાને બદલે સવર્ણોએ પોતે બદલવું જોઇએ. દલિતો પર થતા અત્યાચારો સામે દલિતોના બચાવ માટે ચોક્કસ કાયદો હોવો જ જોઇએ.
જે લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે અમે તેમની સાથે બેઠક યોજીને ચર્ચા-વિચારણા કરવા માગીએ છીએ. અનુસૂચિતજાતિ અને અનુસૂચિત જનજાતિના એક્ટમાં ફેરફારની માગ કરનારાઓએ દલિતો પ્રત્યેના વ્યવહારમાં બદલાવ લાવવો જોઇએ.