HDFC બેંકના વાઇસ પ્રેસિડેન્ટ સિધ્ધાર્થ રહસ્યમય રીતે ગુમ !

  • HDFC બેંકના વાઇસ પ્રેસિડેન્ટ  સિધ્ધાર્થ રહસ્યમય રીતે ગુમ !
    HDFC બેંકના વાઇસ પ્રેસિડેન્ટ સિધ્ધાર્થ રહસ્યમય રીતે ગુમ !

મુંબઇ તા.8
એચડીએફસી બેંધના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવી ગત પ સપ્ટેમ્બરથી મુંબઇ સ્થિત પોતાની કમલા મિલ્સ ઓફિસથી ગાયબ છે. પરેલના એમએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં સિદ્ધાર્થની મિસિંગની ફરીયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ રીપોર્ટ મુજબ માલાબાર હિલ્સ વિસ્તારમાં રહેલા સિદ્ધાર્થના છેલ્લે બુધવારે સાંજે કમલા મિલ્સ કંપાઉન્ડમાં પોતાની ઓફિસથી નીકળતા જોવામાં આવ્યા હતા.
સિદ્ધાર્થ બુધવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે પોતાની ઓફિસથી માલાબાર હિલ્સ નજીક પોતાના ઘરે જવા માટે નિકળ્યા હતા. પરંતુ તેઓ ઘરે પહોંચ્યા નહીં અને શંકાસ્પદ પરિસ્થિતિઓમાં ગાયબ થઇ ગયા છે. સિદ્ધાર્થની કાર બીજા દિવસે સવારે ખૈરાના પાસે મળી અને કારની સીટ પર લોહીના ડાઘ જોવા મળ્યા હતાં. તેમનો ફોન પણ નેટવર્કની પહોંચથી બહાર મળી આવે છે.
સિંધવીના એક સંબંધીએ મીડીયાને જણાવ્યું કે, તેમની કોઇની સાથે લેવડ-દેવડ ન હોતી, અને તેઓ પરીવાર અને નોકરીમાં વ્યસ્ત રહેતા હતાં. અમનેએ નથી ખબર કે હજુ સુધી સિદ્ધાર્થ અમારો સંપર્ક કેમ કર્યો નથી.
પોલીસનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ કિડનેપિંગનો લાગી રહ્યો છે. પરંતુ આ બાબતે કંઇ કહી ન શકાય, પોલીસ સિદ્ધાર્થના મોબાઇલ લોકેશન અને કોલ રેકોર્ડના આધાર મામલે તપાસ કરી રહી છે.
પોલીસ તે વિસ્તાર સીસીટીવી ફુટેજ પર ચકાસી રહી છે.