મત અને ફંડ માટે કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર અભિયાન

  • મત અને ફંડ માટે કોંગ્રેસ  દ્વારા ડોર ટુ ડોર અભિયાન
    મત અને ફંડ માટે કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર અભિયાન

નવી દિલ્હી તા,8
કોંગ્રેસે લોકસભા ચૂંટણીના કેટલાક મહિના પહેલાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઘેર ઘેર જઈને મતની સાથે ફંડ માટે નાણાકીય મદદ પણ માગવાની યોજના બનાવી છે. કોંગ્રેસ આગામી સપ્તાહથી આ હેતુસર દેશભરમાં જનસંપર્ક અભિયાનનો આરંભ કરશે. 10 સપ્ટેમ્બરથી શરૂ થઈને 40 દિવસ ચાલનારા અભિયાનમાં પક્ષના નેતાઓ 40 દિવસમાં 10 લાખ બુથને આવરી લેશે. કહેવાય છે કે બિઝનેસ ગૃહો તરફથી પક્ષને ભંડોળ નથી મળી રહ્યું. તેવામાં ભંડોળ એકત્ર કરવાની જવાબદારી કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે. પક્ષના કોષાધ્યક્ષ અહમદ પટેલ અને મહામંત્રી અશોક ગહલોતે ગુરૂવારે કોંગ્રેસના પદાધિકારીઓ સાથે કરેલી બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યા મુજબ,બેઠકમાં ઘેર ઘેર જઈને પ્રચાર કરવાની સાથે ભંડોળ એકત્ર કરવાની વાત કરવામાં આવી હતી. તે સારી યોજના છે. તેને પગલે પક્ષ સાથે સામાન્ય જનતા પણ જોડાશે. બધા જ જાણે છે કે બિઝનેસ ગૃહો સત્તાધારી પક્ષ સાથે છે. કોંગ્રેસ હમેશા સામાન્ય જનતા અને ગરીબો સાથે રહી છે. જનતા પાસેથી ભંડોળ માટે નાણા માગવામાં કાંઈ ખોટું નથી. તેને પગલે જનતા વચ્ચે સંદેશો જશે કે ચૂટણી ભંડોળ મુદ્દે કોંગ્રેસ પ્રામાણિક છે અને જીત્યા પછી પણ સામાન્ય જનતા માટે જ કામ કરશે.
રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ રાજેશ પાયલોટે આરંભેલા મેરા બૂથ મેરા ગૌરવ અભિયાનથી પ્રેરાઈને રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાન શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.જનસંપર્ક અભિયાન દરમિયાન લોકોને કોંગ્રેસની ભાવિ વિકાસ યોજનાઓ, ચાર વર્ષમાં મોદી સરકાર શું કરવામાં નિષ્ફળ રહી તેની જાણ કરાશે તેમ જ બુથ કક્ષાના કાર્યક્રોની મદદથી ભંડોળ એકત્ર કરવા પણ પ્રયાસ થશે.