રૂપિયો નબળો પડતાં વિદેશી કર્જ 68,500 કરોડ વધી ગયું !

  • રૂપિયો નબળો પડતાં વિદેશી કર્જ 68,500 કરોડ વધી ગયું !
    રૂપિયો નબળો પડતાં વિદેશી કર્જ 68,500 કરોડ વધી ગયું !

નવી દિલ્હી તા.7
રૂપિયાની ઘટી રહેલી કિંમતને કારણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં જે વધારો થઇ રહ્યો છે તે ભારત માટે એક જ મુશ્કેલી નથી. એસબીઆઇ તરફથી જાહેર કરેલા આંકડાઓ મુજબ રૂપિયાની ઘટી રહેલી કિંમતને કારણે વિદેશી દેવું પણ વધી રહ્યું છે.
11 ટકાનો ઘટાડાને કારણે આગામી મહિનાઓમાં ભારતે 86,500 કરોડ રૂપિયા વધારે ચુકવવા પડશે.
ગુરુવારે ડોલર સામે રૂપિયો 72ને પાર પહોંચી ગયો છે. જો આ વર્ષે રૂપિયો વધારે નબળો પડશે એટલે કે ડોલર સામે એવરેજ 73 પર આવી જશે અને આંતરરાષ્ટ્રીય કિંમત એવરેજ
76 ડોલર પ્રતિ બેરલ રહી તો દેશમાં પેટ્રોલ-ડીઝલનું આયાત બીલ 45,700 કરોડ રૂપિયા રહી જશે.
એસબીઆઇના મુખ્ય આર્થીક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષએ એક નોટમાં આ માહીતી જાહેર કરી છે.