સરકારી મંત્રીઓ ખોટી આક્ષેપબાજી બંધ કરે: પનારા

  • સરકારી મંત્રીઓ ખોટી આક્ષેપબાજી બંધ કરે: પનારા
    સરકારી મંત્રીઓ ખોટી આક્ષેપબાજી બંધ કરે: પનારા

અમદાવાદ, તા.7
સૌરભ પટેલના નિવેદન પર પાસના કન્વિનર મનોજ પનારાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મનોજ પનારાએ કહ્યું કે, સૌરભ પટેલ જે રીતે અમારા પર આરોપ લગાવી રહ્યા છે તેમને મારે એક સવાલ પૂછવો છે કે, કોણે કોનું અપમાન કર્યુ તે ગુજરાતની જનતા જાણે છે. સરકારે કરોડો ખેડૂતોનું અપમાન કર્યુ છે.
પનારાએ વધુમાં કહ્યું કે, સરકાર સાથે અમે આવતીકાલે 11 વાગ્યા સુધી ચર્ચા કરવા માટે તૈયાર છીએ. જો અમને સરકાર તરફથી વાતચીત કરવાનું આમંત્રણ મળશે તો અમે સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છીએ. પરંતુ હાલ સરકારના મંત્રીઓ જે રીતે ખોટા નિવેદનો કરી રહ્યા છે તેમને મારે કહેવાનું છે કે તેઓ ખોટા આક્ષેપબાજી બંધ કરે.