હાર્દિક અને પાસની ટીમે કર્યુ સમાજ શ્રેષ્ઠીઓનું અપમાન

અમદાવાદ, તા.7
14 દિવસથી પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. નરેશ પટેલે હાર્દિકની મુલાકાત બાદ હોસ્પિટલમાં દાખલ તો થઈ ગયો છે. પરંતુ તેને લઈને ઉર્જામંત્રી સૌરભ પટેલે મોટું નિવેદન આપ્યું છે.
ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, હાર્દિક પટેલ સ્વૈચ્છિક રીતે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. પાટીદાર સંસ્થાઓ સાથે સરકારે અગાઉ ચર્ચા કરી છે. હાર્દિક પટેલ સહિત મનોજ પનારા અને પાસની ટીમે આજે ખોડલધામ નરેશ પટેલ અને સમાજના આગેવાનોનું અપમાન કર્યું છે. આ સિવાય ખોડલધામ નરેશ પટેલ અમને જે મળવાની વાત હતી, તે સાવ ખોટી છે. નરેશ પટેલે અમને મળવાનો પ્રયત્ન કર્યો નથી. અમારી સરકારમાં તમામ સમાજ માટે સરકારના દરવાજા ખુલ્લા જ છે. પરંતુ કોંગ્રેસ જે રીતે લોકોને ભ્રમિત કરવાનું કામ કરી રહી છે તેમને મારે એક સવાલ પૂછવો છે કે કોંગ્રેસે અનામત અંગે પોતાનું સ્પષ્ટ વલણ જાહેર કરવું જોઈએ.