24 કલાકના અલ્ટિમેટમ બાદ પણ સરકાર નિંભર: કોંગ્રેસના ઉપવાસ

  • 24 કલાકના અલ્ટિમેટમ બાદ પણ સરકાર નિંભર: કોંગ્રેસના ઉપવાસ
    24 કલાકના અલ્ટિમેટમ બાદ પણ સરકાર નિંભર: કોંગ્રેસના ઉપવાસ

અમદૃાવાદૃ, તા.૭
હાર્દિૃક પટેલ ખેડૂતોના દૃેવા માફી અને અનામતની માંગ સાથે છેલ્લા ૧૪ દિૃવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે, ત્યારે કોંગ્રેસ આ મામલે તેને સીધેસીધો ટેકો આપી રહી છે. પરંતુ હાર્દિૃકના ઉપવાસ આંદૃોલન મામલે સંવેદૃનહીનતા અને અહંકાર ત્યાગી ૨૪ કલાકમાં યોગ્ય નિર્ણય લેવા કોંગ્રેસ્ો ગઇકાલે રાજય સરકારન્ો અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઇ નિર્ણય નહી લેવાતાં કોંગ્રેસ પક્ષ દ્વારા ત્ોની અગાઉ કરાયેલી જાહેરાત મુજબ, અમદૃાવાદૃ સહિત રાજયના વિવિધ જિલ્લા મથકોએ પ્રતિક ઉપવાસ, ધરણાં અને દૃેખાવોના કાર્યક્રમોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદૃાવાદૃ શહેરમાં સાબરમતી આશ્રમ પાસ્ો વિપક્ષના ન્ોતા પરેશ ધાનાણી ખુદૃ ખેડૂતોના દૃેવામાફીની માંગ સાથે પ્રતિક ઉપવાસ પર બ્ોઠા હતા, ત્ોમની સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો, ન્ોતાઓ અને સ્થાનિક આગ્ોવાનો-કાર્યકરો જોડાયા હતા.
દૃરમ્યાન ગુજરાત પ્રદૃેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી કે, જ્યાં સુધી ખેડૂતોના દૃેવાને સંપૂર્ણ માફ નહીં કરવામાં આવે ત્યાં સુધી રાજ્યમાં કોંગ્રેસ ઝંપીન્ો નહીં બેસે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોની સંપૂર્ણ દૃેવામાફી અને હાર્દિૃક પટેલ સાથે મુખ્યપ્રધાન દ્વારા સીધો સંવાદૃ સ્થાપીત કરીને આંદૃોલનનો અંત લાવવા, અલ્પેશ કથીરિયા સહિતના આંદૃોલનકારીઓની મુક્તિની માગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યો-નેતાઓએ ગઇકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ પણ આ મામલે યોગ્ય હૈયાધારણ આપી હતી. જો કે, કોંગ્રેસના અલ્ટિમેટમ છતાં સરકારે કોઇ પ્રતિસાદૃ નહી આપતાં કોંગ્રેસ્ો અમદૃાવાદૃ સહિત રાજયભરમાં જિલ્લા-તાલુકા મથકોએ ઉપવાસ, ધરણાં સહિતના વિરોધ કાર્યક્રમો યોજયા હતા.