પાંચમી ટેસ્ટ: ઇંગ્લેન્ડનો 7 વિકેટે 182 રનનો સ્કોર

  • પાંચમી ટેસ્ટ: ઇંગ્લેન્ડનો 7  વિકેટે 182 રનનો સ્કોર
    પાંચમી ટેસ્ટ: ઇંગ્લેન્ડનો 7 વિકેટે 182 રનનો સ્કોર

લંડન તા.7
પાંચમી ટેસ્ટના પહેલાં દિવસે આ લખાય છે. ત્યારે ઇંગલેન્ડ 7 વિકેટ ગુમાવી રન બનાવી લીધાં છે. જાડેજાએ જેનિંગ્સને 23 રનના સ્કોર પર પેવેલિયાન મોકલ્યો હતો. પોતાના કેરિયરનો અંતિમ મેચ ર મી રહેલા એલિસ્ટર કુક 71 રન બનાવીને આઉટ થયો છે. કુકે ઓવલના મેદાનમાં એક હજાર રન પુરાં કર્યા છે. લોડર્સ પછી આ બીજું મેદાન છે. જયાં કુકે એક હજાર રનનો આંકડો પાર કર્યો છે.
મોઇન અલી ર9 રન અને રૂટ ખાતુ ખોલ્યા વગર ક્રીઝ પર છે.
આ પહેલાં સીરીઝની અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી છે. આ સાથે જ વિરાટ કોહલી પાંચ ટેસ્ટમાં એક વખત પર ટોસ નથી જીતી શકયો. ટીમ ઇન્ડિયાએ આજે બે ફેરફાર સાથે મેદાનમાં ઉતરીયા હતાં. હનુમા વિહારી આજે પોતાનો ડેબ્યુ મેચ રમેલો હતો.તે ભારત તરફથી ટેસ્ટ ખેલનાર 292 ખેલાડી બની ગયો છે. તો હાર્દિક પંડ્યાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ રવીન્દ્ર જાડેજાને તક આપવામાં આવી છે.
ભારતીય ટીમ પાંચ મેચની સીરીઝ 3-1 થી હારી ચુક્યું છે. આજના મેચમાં ઇશાંત શર્માએ 3 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ ર વિકેટ લીધી હતી.