બુદ્ધિશાળી લોકો મારી ફિલ્મોની પ્રશંસા કરે એ મને ગમે છે: નવાઝુદીન સિદ્દીકી

  • બુદ્ધિશાળી લોકો મારી ફિલ્મોની પ્રશંસા કરે એ મને ગમે છે: નવાઝુદીન સિદ્દીકી
    બુદ્ધિશાળી લોકો મારી ફિલ્મોની પ્રશંસા કરે એ મને ગમે છે: નવાઝુદીન સિદ્દીકી

બુદ્ધિશાળી, શિક્ષિત અને ફિલ્મ-ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા પ્રશંસા કરવામાં આવે એ નવાઝુદીન સિદ્દીકીને ખૂબ જ પસંદ છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવે એ અવા તો બોકસ-ઓફિસ પરનો રેકોર્ડ બેમાંથી તેના માટે શું મહત્ત્વનું છે એ વિશે પૂછતાં નવાઝુદીને કહ્યું હતું કે ‘મારી ફિલ્મોની બુદ્ધિશાળી, શિક્ષિત અને આ ફીલ્ડના નિષ્ણાતો દ્વારા પ્રશંસા કરવામાં આવે એ હું વધુ પસંદ કરીશ. મારા માટે આ વધુ મહત્વ ધરાવે છે. 
આજકાલ તો બકવાસ ફિલ્મો પણ મોટી હિટ પુરવાર થઈ રહી છે, કારણકે ઘણા લોકો કોઈપણ જાતની સમજ વગર ફિલ્મો જોવા જાય છે. એક વાર થિયેટરમાંથી બહાર નીકળ્યાબાદ લોકો ભૂલી પણ જાય છે કે તેમણે શું જોેયું, પરંતુ ફિલ્મ હિટ બની જાય છે. માત્ર બે સ્માર્ટ વ્યક્તિ મારી ફિલ્મની પ્રશંસા કરશે તો પણ હું ખુશ થઈ જઈશ.’