ક્રીતિએ હવે ડાન્સમાં પણ મેદાન માર્યું ‘સ્ત્રી’માં ‘આવો કભી હવેલી પે’ ડાન્સ કર્યો

  • ક્રીતિએ હવે ડાન્સમાં પણ મેદાન માર્યું ‘સ્ત્રી’માં ‘આવો કભી હવેલી પે’ ડાન્સ કર્યો
    ક્રીતિએ હવે ડાન્સમાં પણ મેદાન માર્યું ‘સ્ત્રી’માં ‘આવો કભી હવેલી પે’ ડાન્સ કર્યો

બોલિવૂડ અભિનેત્રી ક્રીતિ સેનન અભિનયમાં માસ્ટર હોવાની સાથે-સાથે હવે તેણે બોલિવૂડમાં પહેલી વાર આઇટમ સોંગ કરીને લોકોનું મનોરંજન પણ કર્યું છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ત્રી’માં નઆઓ કભી હવેલી પે. ડાન્સ સોંગમાં લોકોએ ક્રીતિને ખૂબ જ પસંદ કરી છે.
તે કહે છે કે આ ગીત કરવાનો મને અદ્ભુત આનંદ આવ્યો. આ ગીતે લોકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે. આ ગીત સુંદર રીતે ફિલ્માવાયું છે. પોતાના આગામી પ્રોજેક્ટ અંગે વાત કરતાં ક્રીતિ કહે છે કે હાલમાં હું ‘હાઉસફુલ-4’, ‘અર્જુન પટિયાલા’, ‘પાનીપત’ અને ‘લુકાછુપી’ના શૂટિંગમાં વ્યસ્ત છું. ‘હાઉસફુલ-4’ 2019માં આવશે. 
આ ઉપરાંત પંજાબી એક્ટર દિલજિત દોસાંજ સાથે ‘અર્જુન પટિયાલા’ આવશે. આ એક કોમેડી ફિલ્મ છે. દિલજિત સાથે ક્રીતિ પહેલી વાર કામ કરશે.
સૌથી વધુ ચર્ચા ‘પાનીપત’ની છે. બોલિવૂડમાં અલગ ફિલ્મો બનાવવા માટે જાણીતા આશુતોષ ગોવારિકરે આ ફિલ્મ બનાવી છે, જેમાં સંજય દત્ત લીડ રોલમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં અર્જુન કપૂર પણ છે.
પાનીપત એક સ્ટોરિકલ ડ્રામા ફિલ્મ હશે અને તે પાણીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત હશે, જે ભારતના ઇતિહાસમાં સૌથી વધુ પોપ્યુલર છે. ફિલ્મ લુકાછુપીમાં ક્રીતિ કાર્તિક આર્યન સાથે કામ કરશે. ફિલ્મની તૈયારી શરૂ થઇ ગઇ છે. તેનો ફર્સ્ટ લુક ઇન્ટરનેટ પર વાઇરલ પણ થયો છે.
કાર્તિક અને ક્રીતિ દુલ્હા-દુલહનના રૂપમાં જોવા મળશે. ક્રીતિની કરિયર ફુલ સ્પીડમાં દોડી રહી છે. તે કહે છે કે હું એટલું જ કહીશ કે મારી મહેનત રંગ લાવી રહી છે. 
બોલિવૂડમાં મને ચાર વર્ષ પૂરાં થઇ ગયાં છે, પરંતુ મેં ફટાફટ ઘણીબધી ફિલ્મો સાઇન કરી નથી. મેં હંમેશાં સ્ક્રિપ્ટ અને મારા પાત્રને માઇન્ડમાં રાખ્યું છે અને ડિરેક્ટરની આશા પર ખરા ઊતરવાની કોશિશ કરી છે, જેનું મને ફળ મળ્યું છે.