‘નજર’નો ભાગ બનવા બદલ રોમાંચિત છું: નિયતિ

  • ‘નજર’નો ભાગ બનવા બદલ રોમાંચિત છું: નિયતિ
    ‘નજર’નો ભાગ બનવા બદલ રોમાંચિત છું: નિયતિ

હાલમાં સુપર નેચરલ પાવર ધરાવતી થીમ પર વિવિધ ચેનલો પર શો પ્રસારિત થઈ રહ્યા છે ત્યારે સ્ટાર પ્લસ પર શરૂ થયેલી નઝર સિરિયલ દર્શકોમાં ખાસી લોકપ્રિય થઈ છે તેમાંય એકદમ ડરેલી રહેતી પિયાની ભૂમિકામાં નિયતી ફતનાની દર્શકોમાં લોકપ્રિય બની છે. યે મોહ મોહ કે ધાગેમા ંગુજરાતી યુવતીની ભૂમિકામાં જોવા મળેલી નિયતીએ પોતાના શોના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત લીધી હતી અને શોના પોતાના અનુભવો જણાવ્યા હતા. 
નોંધનીય છે કે ‘નઝર’, એક ક્યારેય ન જોઈ હોય એવી શહેરની પૃષ્ઠભૂમિ વાળી ફેન્ટસી થ્રિલર જે દર્શકોને પોતાના કૂતુહલ પમાડતા મોડ અને ભારે નાટ્યાત્મકતા વડે તેમની બાંધી રાખે છે. એક સંપૂર્ણ પારિવારિક મનોરંજક એવો આ શો, અલૌકિક પાત્રો - ડાયન, દાવંશની છૂપી દુનિયાની અંદર ડોકિયું કરાવે છે જે ધમધમતા મુંબઈ મહાનગરમાં પણ અસ્તિત્વમાં છે. ‘નઝર’ એ પોતાની શૈલીનો એકમાત્ર શો છે જે અલૌકિક જાતિઓ - ડાયન, દાવંશ અને દૈવિકોને સૌપ્રથમ વખત ભારતીય ટેલિવિઝન ઉપર રજૂ કરે છે. આ શોના ચમકતા કલાકાર વૃંદમાં લોકપ્રિય ભોજપુરી અભિનેત્રી, મોનાલિસા એક રોમાંચક ભૂમિકામાં જોવા મળે છે. એક ડાયનનું પાત્ર ભજવતી વખતે, તે તેની કાળી શક્તિઓ તેના શિકારમાંથી જીવન ચૂસી લે છે અને તેની દુષ્ટ આંખો જે કોઈની ઉપર પડે તો તેને હલવા પણ નથી દેતી. 
આ શોમાં એક યુવા તાજગીથી ભરપૂર કલાકારોનો મેળાવડો છે જેમાં ઘણા નવાંગતુકોને પડદા ઉપર આવકારવામાં આવ્યા છે - સોન્યા ગુપ્તા જે શોમાં એક યુવા ડાયનની ભૂમિકા ભજવે છે. ડાયનોના પ્રથમ જ્ન્મેલા સંતાનો દાવંશ - અડધા માનવ, અડધા ડાયન હોય છે. એક યુવા પ્રતિભા, હર્ષ રાજપૂતને એક દાવંશ તરીકે રજૂ કરાઈ રહ્યો છે, જેની પાસે વિચિત્ર કાળી શક્તિઓ છે, અને તે એટલા જ ભયાનક છે. જ્યાં શોમાં આવી કાળી શક્તિઓ છે, તેની સાથે સાથે માનવીય જાતિ જેમને દૈવિકો કહેવાય છે તે પણ છે જે ડાયનને મારવા નીકળ્યા હોય છે. દૈવિકની ભૂમિકામાં અભિનેત્રીઓ નિયતિ ફતનાનિ અને સ્મિતા બંસલ જોવા મળે છે. દૈવિકોમાં ભરપૂર સકારાત્મક ઊર્જા અને અલૌકિક શક્તિઓ હોય છે જે આવી કાળી શક્તિઓને કાબૂ કરી શકે છે. 
એક દૈવિકની ભૂમિકા ભજવતી નિયતિ ફતનાનિ ઉમેરે છે, પિયાનું પાત્ર મેં ટેલિવિઝન ઉપર આ પહેલાં ભજવેલા પાત્રો કરતાં અલગ છે અને શો આધુનિક ભારતમાં રજૂ થઈ રહી છે. હું શોમાં એક દૈવિકનું પાત્ર ભજવું છું જે ડાયન અને દાવંશની માયાવી દુનિયામાં એક માનવ છે. તે બહુ જ સરળ છે અને સાથે સાથે જ કાળી શક્તિઓને કાબૂમાં કરવાની આવડત પણ છે, જેનાથી જ હું આ ભૂમિકા તરફ આકર્ષાઈ છું. ‘નઝર’નો વિષય ખૂબ જ કૂતુહલ જગાડે તેવો છે અને હું આ પહેલા ક્યારેય અલૌકિક શૈલીમાં આવી ન હતી, તેથી મારે આ કરવું હતું. આ પહેલી વખત છે કે મને શો ઉપર સ્ટન્ટ્સ કરવાની તક મળી છે અને હું આવા અનોખા વિષયનો ભાગ બનવા બદલ ખૂબ જ રોમાંચિત છું.
શોનો રોમાંચ, મસાલો અને ગ્લેમર તેની મજબૂત કથાનકમાં ઉમેરો કરે છે અને તેને ભારતીય ટેલિવિઝન પરનો સૌથી અલગ અને અદભૂત અલૌકિક ડ્રામા બનાવે છે. જ્યાં ડાયન મોહાના બહુ જ આતુરતાથી પોતાની શિષ્યા રુબિ અને પોતાના દીકરા અંશના લગ્ન થવાની રાહ જોઈ રહી છે, જેથી કરીને તે પોતાની શક્તિઓ પાછી મેળવી શકે, ત્યાં જ પિયા અંશના જીવનમાં પ્રવેશી ચૂકી છે.