ગુજરાતી સ્ટાર એથલિટ્સ સરિતા અને અંકિતા હવે બ્રાન્ડ એમ્બેસેડર

  • ગુજરાતી સ્ટાર એથલિટ્સ સરિતા અને અંકિતા હવે બ્રાન્ડ એમ્બેસેડર
    ગુજરાતી સ્ટાર એથલિટ્સ સરિતા અને અંકિતા હવે બ્રાન્ડ એમ્બેસેડર

એશિયન ગેમ્સમાં મેડલ જીતીને ગુજરાત તથા દેશને ગૌરવ અપાવનાર દિકરીઓને ગુજરાતમાં બ્રાન્ડ એમ્બેસેન્ડર બનાવવામાં આવી છે. સરિતા ગાયકવાડ અને અંકિતા રૈનાને બ્રાન્ડ એમ્બેસેન્ડર બનાવવામાં આવી છે.
રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ગુજરાતની આ બે દીકરીઓ વિશે જાહેરાત તરતા જણાવ્યું હતું કે, કુપોષણ વિરુદ્ધ અભિયાનમાં સરિતાને બ્રાન્ડ એમ્બેસેન્ડર બનાવવામાં આવી છે. જ્યારે અંકિતા રૈનાને બેટી બચાવો, બેટી પઢાવોની બ્રાન્ડ એમ્બેસેન્ડર બનાવવામાં આવી છે. એશિયન ગેમ્સ 2018માં શાનદાર પ્રદર્શન કરીને દેશની સાથે પોતાના વતન ગુજરાતનું નામ રોશન કરનાર ચાર ખેલાડીઓનું આજે અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.