ઇંગ્લેન્ડ સામે આજથી ભારતની ઇજ્જતનો ટેસ્ટ

  • ઇંગ્લેન્ડ સામે આજથી ભારતની ઇજ્જતનો ટેસ્ટ
    ઇંગ્લેન્ડ સામે આજથી ભારતની ઇજ્જતનો ટેસ્ટ

વિદેશમાં એક વધુ શ્રેણી-પરાજયનો કડવો ઘૂંટડો ગળવા પછી ભારતની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે આજથી તા.7ને શુક્રવારથી અહીં રમાનારી પાંચમી અને આખરી તથા એલસ્ટર કૂકની વિદાયમાન ટેસ્ટ મેચમાં પોતાની રમતમાં સુધારો કરી આશ્ર્વાસન વિજય મેળવવાનો પૂરો પ્રયાસ કરશે. મેચની શરૂઆત બપોરના 3:30 કલાકે લંડનના ઓવેલ મેદાનમાં થશે. 
આ સ્થળે એક જ વખત 1971માં અજિત વાડેકરની કપ્તાનીમાં ભારત જીત્યુ હતું. પાંચ ટેસ્ટભરી શ્રેણીમાં આયોજક ઈંગ્લેન્ડની ટીમે 3-1થી અજેય સરસાઈ પ્રાપ્ત કરતા ઓવલના મેદાન પર રમાનારી આ છેલ્લી ટેસ્ટ એના માટે ફક્ત નોંધ પૂરતી રમાશે, પણ વિરાટ કોહલી અને તેના સાથી ખેલાડીઓ તે જીતી સફળતા સાથે વર્તમાન પ્રવાસની સમાપ્તિ કરવા ઈચ્છતા હશે.