એશિયન મેડાલિસ્ટ ફરી બન્યો ચાયવાલા

  • એશિયન મેડાલિસ્ટ ફરી બન્યો ચાયવાલા
    એશિયન મેડાલિસ્ટ ફરી બન્યો ચાયવાલા

એશિયન ગેમ્સ-2018માં ભારતે શાનદાર દેખાવ કરીને ઇતિહાસ રચી દીધો. 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ મેડલ સાથે આ એશિયન ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. આઘાત પહોંચાડનારી કહાણી છે દિલ્હીના હરીશકુમારની. મજનૂં ટીલામાં ચાની એક દુકાનમાં ચા બનાવનારા હરીશે એશિયન ગેમ્સમાં મેડલ જીતીને દેશનું નામ તો રોશન 
ર્ક્યું, પરંતુ હવે ફરીથી તેની જીંદગી એજ ચાની દુકાન પર પસાર થઇ રહી છે.
હરીશ બ્રોન્ઝ મેડલ જીતનારી સેપકટકરા ટીમનો હિસ્સો હતો. 23 વર્ષીય આ ખેલાડી પોતાની ટીમ (હરીશ, સંદીપ, ધીરજ, લલિત) સાથે ઇન્ડોનેશિયાથી મેડલ જીતીને ભારત પાછો ર્ફ્યો.
હરીશે જણાવ્યું, ‘આ મારા િ5તાની ચાની દુકાન છે અને એ જ અમારા પરિવારની કમાણીનું એકમાત્ર સાધન છે. મારા ઘરમાં બે બહેનો છે, જે બન્ને દ્રષ્ટિહીન છે. આથી ઇન્ડોનેશિયાથી આવીને તરત જ પિતાની મદદ કરવાનું શરૂ કરી દીધું.’ જ્યારે હરીશને પૂછવામાં આવ્યું કે શું સરકાર તરફથી કોઇ નોકરીની ઓફર મળી છે કે કેમ? ત્યારે હરીશે જણાવ્યું, ‘સરકાર તરફથી મને કંઇ જ કહેવામાં આવ્યું નથી.’ સરકારની જવાબદારી છે કે મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા ખેલાડીની મદદ કરે અને ખેલાડીને પ્રોત્સાહન આપે.