ભૂતકાળમાં બોલીવુડમાં એન્ટ્રી કરવા પહેલાં જ મારી ફિલ્મો પડતી મૂકવામાં આવી હતી: ક્રિતિકા કામરા

  • ભૂતકાળમાં બોલીવુડમાં એન્ટ્રી કરવા પહેલાં જ મારી ફિલ્મો પડતી મૂકવામાં આવી હતી: ક્રિતિકા કામરા
    ભૂતકાળમાં બોલીવુડમાં એન્ટ્રી કરવા પહેલાં જ મારી ફિલ્મો પડતી મૂકવામાં આવી હતી: ક્રિતિકા કામરા

બોલીવુડમાં ફિલ્મ ‘મિત્રોં’થી પદાર્પણ કરનાર ક્રિતિકા કામરાનું કહેવું છે કે ભૂતકાળમાં તેને ઘણી વાર ફિલ્મની ઑફર કરવામાં આવી હતી, પરંતુ 
કોઈ કારણસર એને પડતી મૂકવામાં આવી હતી.
‘કુછ તો લોગ કહેંગે’ અને ‘કિતની મોહબ્બત હૈ’ માટે જાણીતી ક્રિતિકા હવે બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ‘મિત્રોં’ તેલુગુ ફિલ્મ ‘પેલી ચુપુલુ’ની રીમેક છે. બોલીવુડમાં એન્ટ્રી કરવા માટે શું તે આ ફિલ્મ માટે રાહ જોઈ રહી હતી એ વિશે પૂછતાં ક્રિતિકા કામરાએ કહ્યું હતું કે ‘શું હું સાચું બોલી શકું? ભૂતકાળમાં ઘણી વાર હું બોલીવુડમાં એન્ટ્રી કરતાં-કરતાં રહી ગઈ હતી. મેં ફિલ્મ સાઇન પણ કરી હતી. અમે બધી તૈયારી કરી રાખી હતી, પરંતુ ફિલ્મ આગળ વધી જ નહીં. ક્યારેક ફિલ્મની શરૂઆત જ નથી થતી. જોકે મેં જે પણ ફિલ્મ સાઇન કરી હતી એને હું મારો આજે પણ સારો નિર્ણય માનું છું. હું હંમેશાં એમ વિચારતી હતી કે હું સારા ડિરેક્ટર સાથે કામ કરું, સારી સ્ક્રિપ્ટ હોય અને એવું પ્રોડક્શન-હાઉસ હોય જ્યાં એ વાતનો ભરોસો હોય કે ફિલ્મને લટકતી મૂકવામાં નહીં આવે. જોકે મેં એ વાતનો પણ અનુભવ કર્યો છે કે મોટા ભાગના સ્ટુડિયોની ફિલ્મો પણ ડબ્બામાં બંધ થઈ જાય છે. આ મારી પોતાની જર્ની રહી છે. મને જ્યારે ‘મિત્રોં’ મળી ત્યાર બાદ એનું કામ ખૂબ જ ઝડપથી શરૂ થયું હતું. મેં ફિલ્મ સાઇન કરી અને પંદર દિવસમાં અમે શૂટિંગ શરૂ કર્યું હતું. અમે ફિલ્મને લઈને ખૂબ ઝડપથી તૈયારીઓ કરી રહ્યાં હતાં. હું આ ફિલ્મની પ્રોસેસમાં ખૂબ ઓતપ્રોત થઈ ગઈ હતી. હું જ્યારે પાછળ ફરીને જોઉં છું તો મને ખુશી થાય છે અને હું ગર્વથી કહી શકું છું કે આ મારી પહેલી ફિલ્મ છે.’ ફિલ્મો પુરુષપ્રધાન હોય છે, પરંતુ ટીવી-સિરિયલોમાં મહિલાઓ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. જોકે પુરુષપ્રધાન ફિલ્મમાં પણ મારું પાત્ર અગત્યનું છે અને એથી હું ખૂબ ખુશ છું કે હું ‘મિત્રોં’થી બોલીવુડમાં આવી રહી છું.