તારક મહેતા...ને મળી ગયા છોટા ‘હાથી’!

  • તારક મહેતા...ને મળી ગયા છોટા ‘હાથી’!
    તારક મહેતા...ને મળી ગયા છોટા ‘હાથી’!

લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડો. હાથી નામનું પાત્ર ભજવનારા એક્ટરની શોધમાં નિર્માતા પાછલા બે મહિનાથી હતા. કહેવાઈ રહ્યું છે કે હવે આ તેમને કોઇ એક્ટર મળી ગયો છે. કવિ કુમાર આઝાદના પાત્ર માટે કોઇ બીજું નહીં પરંતુ નિર્મલ સોની રિપ્લેસ કરી રહ્યા છે. તેઓ કવિ કુમાર પહેલા ડો.હાથીનું પાત્ર ભજવી ચૂક્યા છે.
જાણકારીમુજબ નિર્મલ રવિવારે ફિલ્મ સિટીમાં કમબેક એપિસોડનું શુટીંગ કરી ચુક્યા છે. ડો.હાથીનું પાત્ર ભજવનારા કવિ કુમાર આજાદનું 9 જુલાઈએ નિધન થઇ ગયું હતું. તેમના નિધન બાદથી જ નવા ચહેરાની શોધ કરાઈ રહી હતી. પરંતુ પાત્રને લાયક કોઇ એક્ટર નહોતો મળી રહ્યો. રિપોર્ટ મુજબ કવિ કુમારના નિધન બાદથી જ નિર્માતાઓ ડો.હાથીના પાત્ર માટે ઓડિશન લઇ રહ્યા હતા. હકિકતમાં નિર્માતાઓને એક એવા એક્ટરની જરૂર હતી જેની કોમીક ટાઈમીંગ કવિ કુમાર સાથે મેચ થતી હોય.
ડો.હાથીના પાત્રમાં કવિ કુમાર આઝાદને જોતા જ લોકો હસવા લાગતા. તેમના ફેશિયલ એક્સપ્રેશનના કારણે દર્શકોને આનંદ મળતો હતો.