કેટરિના કૈફ- કરીના કપૂર, સાવધાન!

  • કેટરિના કૈફ- કરીના કપૂર, સાવધાન!
    કેટરિના કૈફ- કરીના કપૂર, સાવધાન!

પહેલાં પ્યાર કા પંચનામા અને પછી સોનૂ કે ટીટૂ કી સ્વીટી જેવી હિટ ફિલ્મો આપનાર કાર્તિક આર્યન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જો કે તેની પાસે અનેક ફિલ્મો છે પરંતુ આ વખતે કાર્તિક પોતાના એક નિવેદનને લઇને ચર્ચામાં આવ્યો છે.
હકીકતમાં તાજેતરમાં જ કાર્તિક ફેશન ડિઝાઇનર અનાઇતા અદજાનિયાના ચેટ શો ફિટ અપ વિથ ધ સ્ટાર્સમાં પહોંચ્યા હતા. અનાઇતાના શોના પ્રોમોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાર્તિકે શેર કર્યો છે. આ કેન્ડિડ અને નોટી ચેટમાં અનાઇતાએ કાર્તિકને અનેક મજેદાર સવાલો પૂછ્યાં હતાં.
તેમાંથી એક સવાલ એ હતો કે કાર્તિક કઇ એક્ટ્રેસ સાથે બાળકો પેદા કરવા માંગે છે. તા જવાબમાં કાર્તિકે જણાવ્યું કે કેટરિના કૈફની સાથે. કાર્તિકે આ પાછળનું કારણ જણાવતાં કહ્યું કે તેને આવા એક્સેન્ટ ધરાવતી યુવતીઓ પસંદ છે.
આ જ ચેટ શોમાં તાજેતરમાં જ ફિલ્મ મેકર કરણ જોહર પણ આવ્યાં હતા. ચેટ શોમાં જ્યારે કરણને તેની સેક્સ લાઇફ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે, હું અંડરસેક્સ્ડ છું અને અંડરપેડ છું. સાથે જ તેમણે તેમ પણ જણાવ્યું કે બોલીવુડમાં જો તેમને કોઇ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા મળે તો તે કરીના કપૂર હશે.