હાર્દિકના ઘરે ICU ઓન વ્હીલ તૈનાત

  • હાર્દિકના ઘરે ICU ઓન વ્હીલ તૈનાત
    હાર્દિકના ઘરે ICU ઓન વ્હીલ તૈનાત

અમદાવાદ, તા.4
હાર્દિકના ઉપવાસનો આજે 11મો દિવસ છે. દિવસે અને દિવસે તેની તબિયત લથડી રહી છે.
આજે પણ સોલા સિવિલના તબીબોની ટીમ હાર્દિકના ચેક અપ માટે પહોંચી છે.
હાર્દિકની તપાસ ફિઝિશ્યનને સાથે રાખીને કરાઈ છે. તબીબે હોસ્પિટલમાં દાખલ થવાની ફરી એકવાર સલાહ આપી છે.
આ તરફ હાર્દિકની તબિયતને ધ્યાને રાખતા સરકાર તરફથી છત્રપતિ નિવાસે આઇસીયુ ઓન વ્હીલ તૈનાત કરાઇ છે.
સાથે તબીબી ટીમને પણ રાઉન્ડ ધ ક્લોક તૈનાત કરાયા છે.