ડોલર સામે રૂપિયો ફરી ગબડી 71.28ના સ્તરે

  • ડોલર સામે રૂપિયો ફરી ગબડી 71.28ના સ્તરે
    ડોલર સામે રૂપિયો ફરી ગબડી 71.28ના સ્તરે

નવીદિલ્હી, તા.4
રૂપિયો સતત ગગડી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર થયેલી વીપરીત પરિસ્થિતિનો કારણે મંગળવારે રૂપિયો રેકોર્ડબ્રેક પર તૂટ્યો છે. આ આત્યાર સુધીની સૌથી નીચુ સ્તર છે. માર્કેટની શરૂઆતમાં જ ડોલરની સામે રૂપિયો ફરી ગગડ્યો છે. મંગળવારે રૂપિયો 71.28 પ્રતિ ડોલર એટલેકે રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. સતત વધી રહેલી ડોલરની માગના કારણે આ ઘટાડો દેખાઈ રહ્યો છે.
સોમવારે એક ડોલરની સરખામણીએ રૂપિયો નવા રેકોર્ડ સ્તરે પહોંચી બંધ થયો હતો. સોમવારે ડોલર સામે રૂપિયો 71.22ના સ્તરે પહોંચી બંધ થયો હતો. આવુ પ્રથમવખત થયુ હતુ કે રૂપિયો આટલી સપાટી પર પહોંચ્યો હતો.
તુર્કીમાં ચાલતા આર્થિક સંકટના કારણે રોકાણકારો રૂપિયામાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે. જેની સીધી અસર ડોલરની માગ વધારે છે. જેના કારણે રૂપિયામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વિશેષશજ્ઞોના મતે અત્યારેતો રૂપિયો સુધરે તેવુ કોઈ કારણ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે જે સંજોગો થયા છે તે જોતા રૂપિયો સુધરે તેવી કોઈ શક્યતા નથી.