જયોતિરાદિત્ય સિંધિયાને ભાજપ MLAના પુત્રની ધમકી

  • જયોતિરાદિત્ય સિંધિયાને ભાજપ MLAના પુત્રની ધમકી
    જયોતિરાદિત્ય સિંધિયાને ભાજપ MLAના પુત્રની ધમકી

દમોહ, તા.4
મધ્યપ્રેદશનાં દમોહ જિલ્લાનાં ખકઅ ઉમા દેવી ખટીકનાં દીકરા પ્રિંસદીપ લાલચંદ ખટીકે ફેસબૂક પર એક પોસ્ટમાં કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને ધમકી આપતા કહ્યું છે કે, યા તો હું મરી જઇશ અથવા તમને મારી નાંખીશ. પ્રિંસદીપે આ ધમકી 5 સપ્ટેમ્બરનાં રોજ હટામાં થનારી સિંધિયાની રેલીને લઇને આપી છે. પોલીસે પ્રિંસદીપ સામે કેસ નોંધ્યો છે.
પ્રિંસદીપે પોતાની પોસ્ટમાં લખ્યું છે, જો તમે હટા આવ્યા તો હું તમને ગોળી મારી દઇશ. યા તો તમે મરશો યા હું પોતે મરી જઇશ. હટા પોલીસે ખકઅનાં દીકરા વિરુદ્ધ ઈંઙઈની કલમ 294, 504 અને 506 અંતર્ગત ગુનો નોંધી સોમવારે તેની ધરપકડ કરી હતી.
આ વિવાદ વધી જતા કોંગ્રસ કાર્યકર્તાઓએ હટા પોલીસ સ્ટેશને જઇને વિરોધ પ્રદર્શન કર્યું હતુ. કોંગ્રેસે ખકઅનાં દીકરાની ધરપકડ કરવાની માંગણી કરી હતી. જો કે ખકઅ ઉમાદેવી ખટીક ખૂદ દીકરાની આ કરતૂતથી નારાજ છે અને તેમણે સાર્વજનિક માફી પણ માંગી છે. તેમણે મીડિયા સામે આવીને આ વાતની નિંદા કરી હતી અને તેમણે કહ્યું કે, સિંધિયાનું હટા આવવા પર સ્વાગત છે.