તહેવારોની મજા લૂંટી લેતો પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો

  • તહેવારોની મજા લૂંટી લેતો પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો
    તહેવારોની મજા લૂંટી લેતો પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો

રાજકોટ, તા.4
પેટ્રોલ-ડિઝલના ભાવમાં એક વાર ફરીથી ભડકો થતાં તહેવારોના આનંદની મજા ભાવ વધારાએ લૂંટી લીધી હતી. આજે સતત દસમાં દિવસે પેટ્રોલના ડીઝલના ભાવોમાં વધારો થયો છે. મોંઘવારીની વધુ એક લપડાક સામાન્ય માણસને પડી છે. મધ્યમવર્ગના લોકો પર વધુ અસર થશે.
અમદાવાદમાં પેટ્રોલ રૂ.78.31, ડીઝલ રૂ.76.35 પ્રતિલિટરે પહોંચી છે. રાજકોટમાં પેટ્રોલ રૂ.78.94, ડીઝલ રૂ.76.98 પ્રતિલિટરે પહોંચ્યા છે. સુરતમાં પેટ્રોલ રૂ.78.78, ડીઝલ રૂ.76.84 વડોદરામાં પેટ્રોલ રૂ.77.99, ડીઝલ રૂ. 76.03, જૂનાગઢમાં પેટ્રોલ રૂ.79.09, ડીઝલ રૂ.77.73, જામનગરમાં પેટ્રોલ રૂ.78.37, ડીઝલ રૂ.76.40, ભાવનગરમાં પેટ્રોલ રૂ.79.41, ડીઝલ રૂ.77.44 પર ભાવ પહોંચ્યા છે. ભાવમાં સતત ભડકો થતા દેશભરની જનતા પર તેની અસર પડી રહી છે. આવનારા દિવસો પર મોંઘવારી માઝા મૂકતા, પ્રજાની કમર તૂટી જવાની છે.
મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની ભાવમાં 16 પૈસાનો વધારો થયો તો ડિઝલમાં 19 પૈસાનો વધારો જોવા મળ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 79.31 પ્રતિલિટર તો ડિઝલની કિંમત 71.34 પ્રતિલિટરે પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 86.72 પ્રતિલિટર તો ડિઝલની કિંમત 75.74 પ્રતિલિટરે પહોંચી છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 82.41 પ્રતિલિટર તો ડિઝલની કિંમત 75.39 પ્રતિલિટરે પહોંચી છે. તો કોલકત્તામાં પેટ્રોલની કિંમત 82.22 પ્રતિલિટર તો ડિઝલની કિંમત 74.19 પ્રતિલિટરે પહોંચી છે.
સતત દસ દિવસથી જે રીતે ઓઇલના ભાવ વધી રહ્યા છે, સ્પષ્ટ લાગી રહ્યુ છે કે મોંઘવારી વધશે. અત્યાર સુધીમાં સૌથી વધુ પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટના ભાવમાં પણ વધારો થશે.
જો ટ્રાન્સપોર્ટના ભાવ વધશે તો શાકભાજી, દાળ, ફળો જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે. આંતરરાષ્ટ્રીય સ્તરે સતત વધતા ઓઈલના ભાવો વધતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે.