હાર્દિકનો જળત્યાગ છોડાવવા સ્વામિ. સંતોના અથાક પ્રયાસ

  • હાર્દિકનો જળત્યાગ છોડાવવા સ્વામિ. સંતોના અથાક પ્રયાસ
    હાર્દિકનો જળત્યાગ છોડાવવા સ્વામિ. સંતોના અથાક પ્રયાસ
  • હાર્દિકનો જળત્યાગ છોડાવવા સ્વામિ. સંતોના અથાક પ્રયાસ
    હાર્દિકનો જળત્યાગ છોડાવવા સ્વામિ. સંતોના અથાક પ્રયાસ

અમદાવાદ તા.31
હાર્દિક પટેલના ઉપવાસનો આજે સાતમો દિવસ છે. છેલ્લા છ દિવસથી અન્નનો ત્યાગ કરી ચૂકેલા હાર્દિકે પાછલા બે દિવસથી જળનો પણ ત્યાગ કર્યો છે. ત્યારે હવે આ ઉપવાસ આંદોલનની અસર હાર્દિકના બોલવા પર વર્તાઇ રહી છે. ઉપરાંત તેને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી છે. સામાન્ય રીતે હંમેશા જોશ અને ઉત્સાહમાં રહેતો હાર્દિક મોટાભાગે સૂતેલો જ રહે છે. ડોકટરો મુજબ હાર્દિકની સ્થિતિ નાજુક છે.
આ પહેલા સોલા સીવીલના ડોકટરોની ટીમ દ્વારા હાર્દિકનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં રીપોર્ટના આધારે જાણવા મળ્યું હતું કે હાર્દિકે પાણી પીવાનું બંધ કર્યુ હોવાથી કિડની સહીતના અંગોને પણ નુકશાન પહોંચી રહ્યું છે. ઉપરાંત તેને શ્ર્વાસ લેવામાં હાલ મુશ્કેલી સર્જાઇ રહી છે. તબીબોના મત અનુસાર
હાલમાં હાર્દિકની સ્થિતિ નાજુક જણાઇ રહી છે. ત્યારે શુક્રવારે ગઢડા સ્વામીનારાયણ મંદીરના એસ.પી. સ્વામી સહીતના સાધુ સંતો હાર્દિકને મળવા માટે પહોચ્યા હતા. સાધુ સંતોએ હાર્દિકને પાણી પીવા માટે આગ્રહ કર્યો હતો. તો આ સમયે હાર્દિકના પિતા પણ ત્યાં ઉ5સ્થિત રહ્યા હતા. એસ.પી. સ્વામીએ કહ્યું હતું કે જયાં સુધી હાર્દિક જળત્યાગ નહી છોડે અમો અહીંથી હટીશું નહી ! હાર્દિક ભાવુક થઇ રડી પડયો હતો અને જળત્યાગ છોડવા અંગે વિચારવા સમય માગ્યો હતો.
આ વિશે વાત કરતા એસ.પી. સ્વામીએ કહ્યું કે, અમે હાર્દિકને પાણી પીવા માટે પ્રાર્થના કરી છે કે તે પાણી પીલે જો કે હાર્દિક આ વિશે વિચારવા માટે એક દિવસની માગણી કરી છે. તો અમે પણ જયાં સુધી હાર્દિક પાણી નહીં પીવે ત્યાં સુધી અહીંથી ન જવાનું નકકી કયુૃ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા હાર્દિક સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે સરકાર તેના આંદોલનને તોડવા માટે મેડીકલ ચેકઅપના રીપોર્ટ નથી આપી રહી. તો ઉપવાસ સ્થળે આવનારા લોકોને પણ ત્યાંથી તગેડી રહ્યા છે. સાથે જ એવો પણ દાવો કરાયો હતો કે પોલીસ હાર્દિક ના ઉપવાસ સ્થળે ખાવા પીવાની જીવન જરુરીયાતની વસ્તુઓને લઇ જતા રહીછે.
અમરણાંત ઉપવાસને સમર્થન આપવા માટે આજે બપોરે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવડીયા, ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ પહોચ્યચ હતા.
હાર્દિકને મળવા માટે પૂર્વ ધારાસભ્ય અને કોંગી નેતા કનુભાઇ કળસરીયા પણ આવ્યા હતા.