ઉંઊંમાં DSPના ભાઇ સહિત 8ના અપહરણ

  • ઉંઊંમાં DSPના ભાઇ સહિત 8ના અપહરણ
    ઉંઊંમાં DSPના ભાઇ સહિત 8ના અપહરણ

શ્રીનગર તા.31
કાશ્મીરમાં આતંકીઓએ ગુરુવારે રાતે ચાર અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસ કર્મચારીના પાંચ પરિવારજનોનું અપહરણ કરી લીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકીઓ આ પરિવારજનોને તેમના ઘરેથી ઉપાડી ગયા છે. સુરક્ષા એજન્સી આ ઘટનાને હિજબલ મુઝ્ઝાહિદ્દીનના આતંકી સૈયદ સલાહુદ્દીનના દીકરા સૈયદ શકીલ અહમદની ધરપકડ સાથે જોડી રહ્યા છે. આતંકીઓ અત્યાર સુધી ખીણ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરતા હતાં પરંતુ તેમના પરિવારજનોનું અપહરણ કરવાની આ પહેલી ઘટના છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પોલીસે હજુ આ વિશે કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. બસ માત્ર એટલું કહેવામાં આવ્યું છે કે, આ વિશે ચોક્કસ માહિતી મેળવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ કાશ્મીર પોલીસમાં કામ કરતાં જવાનોના પરિવારજનોનું શોપિયાં, કુલુગામ, અનંતનાગ અને અવંતિપોરામાંથી અપહરણ કરવામાં આવ્યું છે. તેમાં એક ડીસીપીનો ભાઈ પણ સામેલ છે.
સલાઉદ્દીનના દીકરા પાસેથી
મળ્યાં મહત્ત્વના પુરાવા
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ટેરર ફંડિગ મામલે ગુરુવારે સૈયદ શકીલ અહમદની શ્રીનગરના રામબાગમાં આવેલા તેમના ઘરેથી ધરપકડ કરી છે. અહીંથી તેમને ઘણાં મહત્વના દસ્તાવેજ પણ મળ્યા છે. એનઆઈએએ સલાઉદ્દીનના મોટા દીકરા સૈયદ શાહિદની ટેરર ફંડિગ મામલે ગયા વર્ષે જ ધરપકડ કરી હતી. ત્યારથી તે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. ટેરર ફંડિગ મામલે એનઆઈએ અત્યાર સુધી છ લોકો સામે આરોપ દાખલ કરી ચૂકી છે. તેમાં હુર્રિયત કોન્ફરન્સ પ્રમુખ સૈયદ અલી શાહ ગિલાનીના નજીકના જીએમ ભટ, મોહમ્મદ સિદ્દીકી ગની, ગુલામ જિલાની અને ફારુક અહમદ પણ સામેલ છે.