HSRP માટે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર
વી દિલ્હી: નવેમ્બર ર01ર પહેલા રજીસ્ટર્ડ થયેલા વાહનોમાં હાઇ-સિકયોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવાની કામગીરી પુરજોશમાં ચાલી
રહી છે.
જો કે, નક્કી સમય અવધીમાં પણ વાહનોની કામગીરી પૂર્ણ ન થઇ શકવાના કારણે આ છઠ્ઠી વખત તારીખ લંબાવવામાં આવી છે.
એટલે હજુ વાહનચાલકોને નવી નંબર પ્લેટ માટે સમય આપવામાં આવ્યો છે. હવે વાહનચાલકોને 31 ડીસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
આરટીઓ અધિકારીના જણાવ્યા મુજબ હજુ પણ 1ર લાખથી વધુ વાહનો જુની નંબર પ્લેટ સાથે ફરી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
