તા.17 થી 25 સપ્ટેમ્બરે દેશભરમાં વાજપેયીની માસિક તિથિ મનાવાશે

  • તા.17 થી 25 સપ્ટેમ્બરે દેશભરમાં  વાજપેયીની માસિક તિથિ મનાવાશે
    તા.17 થી 25 સપ્ટેમ્બરે દેશભરમાં વાજપેયીની માસિક તિથિ મનાવાશે

નવીદિલ્હી તા.30
દેશના પૂર્વ વડાપ્રધાન અને લોકપ્રિય વક્તા સ્વ. અટલ બિહારી વાજપેયીની માસિક તિથિ નિમિત્તે દેશભરમાં કાવ્યાંજલિ, મેડીકલ કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે. આ અંગે ભાજપના રાષ્ટ્રધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદમાં પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે દેશભરમાં સ્વ. અટલબિહારી વાજપેયીની પુણ્યતિથિ મનાવવામાં આવશે. શ્રીશાહે પત્રકારોને વધુમાં જણાવ્યું હતું કે વાજપેયીની 16મી સપ્ટેમ્બરે પ્રથમ માસિક તિથિ આવે છે. જે નિમિત્તે દેશભરમાં 4 હજારથી વધુ કાવ્યાંજલિ ના આયોજનો થયા છે. તો દેશના વિવિધ સ્થળે મેડીકલ કેમ્પના આયોજનો થયા છે. 17 થી 25 સપ્ટેમ્બર દરમિયાન શ્રદ્ધાંજલિ રૂપે આ માસિક તિથિ મનાવાશે તેમ અમીત શાહે જણાવ્યું હતું.