હાર્દિકની ધરપકડ નહીં થાય

આ અંગે વિસ્તારથી વાત કરીએ તો આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, રાજ્ય સરકાર હાર્દિકના ઉપવાસ આંદોલન અંગે હાલ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં.
અને તેની ધરપકડ પણ કરશે નહીં. તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવતા તેમનું સ્ટેન્ડ લગભગ સ્પષ્ટ થઈ ગયું હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ બેઠકમાં હાર્દિકના ઉપવાસને લઈ ચર્ચા થઈ હતી કે, હાર્દિક પટેલને પોતાના નિવાસસ્થાને જેટલા દિવસ જે રીતે ઉપવાસ કરવા હોય તેનો નિર્ણય હાર્દિક જાતે જ કરી શકે છે. સરકાર આ મામલે હસ્તક્ષેપ કરશે નહીં અને આ તમામ મુદ્દે સરકાર કંઈ કરશે નહીં.