DMKના અધ્યક્ષ બનતાં જ સ્ટાલિન મોદી પર ત્રાટક્યા

  • DMKના અધ્યક્ષ બનતાં જ સ્ટાલિન મોદી પર ત્રાટક્યા
    DMKના અધ્યક્ષ બનતાં જ સ્ટાલિન મોદી પર ત્રાટક્યા

ચેન્નઈ, તા.28
ઉખઊં નેતા અને કરૂણાનિધિના પુત્ર એમ કે સ્ટાલિને મંગળવારે પોતાના પક્ષના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. સ્ટાલિને પાર્ટીના બીજા અધ્યક્ષ બન્યા છે.
જેમના પહેલાં એમ કરૂણાનિધિએ આશરે 50 વર્ષ સુધી પક્ષના અધ્યક્ષ તરીકે કામ કર્યું છે. 1969માં પાર્ટીના પ્રમુખ બન્યા હતા. ડીએમકેના પ્રમુખ તરીકે સ્થાન લેતાં જ સ્ટાલિને કેન્દ્ર સરકારની ટીકા કરવાની પણ શરૂઆત કરી છે.
સ્ટાલિને કેન્દ્રની મોદી સરકાર પર સંસ્થાનોને બર્બાદ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને મોદી સરકાર પાસેથી શિખામણ લેવાની સલાહ આપી છે. સ્ટાલિને કહ્યું કે, આજની રાજકીય સ્થિતિ ઘણી જ સંઘર્ષપૂર્ણ રહેલી છે. શિક્ષણ, કલા, સાહિત્ય, ધર્મ એમ તમામ બાબતો પર સાંપ્રદાયિક હુમલા થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે ન્યાયપાલિકા અને રાજ્યપાલોની નિમણુંક પણ અસ્થિર કરી છે. જેના કારણે દેશના બિનસાંપ્રદાયિક માળખાને નુકસાન થયું છે. આપણે ભેગા થઈને મોદી સરકારને પાઠ શીખવવો જોઇએ.
સ્ટાલિને ડીએમકેના ચીફ તરીકે પોતાના પ્રથમ ભાષણનું ત્યાં હાજર તેમના સમર્થકો અને મોટી સંખ્યામાં હાજર પાર્ટીના કાર્યકર્તાઓએ અભિવાદન કર્યું છે. અત્રે નોંધનીય છે કે, પ્રમુખ તરીકે તેમને 26 ઓગસ્ટના નામાંકન ભર્યું હતું અને તેઓ એકમાત્ર જ ઉમેદવાર હતા. જેથી
કલૈનાર અરાંગમાં મળેલ બેઠકમાં જેવા જ સ્ટાલિનના નામની જાહેરાત થઈ કે, સમગ્ર સ્થાન પર તલપતિ’(દળના પ્રમુખ)ના નારાં સાથે ગુંજી ઉઠ્યું હતું. ડીએમકેના પ્રધાન સચિવ દુરઇ મુરૂગનને પાર્ટીના નવા કોષાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સ્ટાલિનનું સ્થાન તેમને લીધું છે અગાઉ સ્ટાલિન કોષાધ્યક્ષ તરીકે ફરજ બજાવતાં હતા.
સ્ટાલિનની નિમણુંક થતાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને શુભેચ્છા પાઠવી છે. ગાંધીએ ટ્વિટ કરતાં કહ્યું કે, એમ કે સ્ટાલિનને ડીએમકેના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમના રાજકીય યાત્રામાં આ નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે.