પૂર્વ ઈંઙજ પ્રદીપ શર્માને મળ્યા જામીન

  • પૂર્વ ઈંઙજ પ્રદીપ શર્માને મળ્યા જામીન
    પૂર્વ ઈંઙજ પ્રદીપ શર્માને મળ્યા જામીન

અમદાવાદ, તા.28
25 લાખ રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ આઈએએસ અધિકારી પ્રદિપ શર્માને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે પ્રદિપ શર્માના જામીન મંજૂર કર્યા છે. રૂપિયા 25 લાખના ભ્રષ્ટાચારના કેસમાં એસીબીએ પ્રદિપ શર્માની ધરપકડ કરી હતી.
1982માં સ્થપાયેલી આલ્કોક એશડાઉનએ રાજ્યસરકારનું સાહસ છે. જેનું મુખ્ય કામ જુદી જુદી જાતના વહાણોના બાંધકામ અને રીપેરીંગનું છે.
આ કંપનીમાં પૂર્વ આઇએએસ પ્રદીપ શર્માએ 25 લાખનો લાભ લીધો હોવાનો આરોપ લાગ્યો હતો. કોન્ટ્રાકટર સહાયરાજ સાવરીમથ્થુ નામના ફરિયાદીએ ઇડી સમક્ષ પીએમએલએ એકટ અંતર્ગત આપેલા નિવેદન સંદર્ભે આ ફરિયાદ નોંધાવી હતી.અને બાદમાં ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાઈ હતી.