તાકાત હોય તો પોલીસ પહેરો હટાવો: હાર્દિક પટેલ

  • તાકાત હોય તો પોલીસ  પહેરો હટાવો: હાર્દિક પટેલ
    તાકાત હોય તો પોલીસ પહેરો હટાવો: હાર્દિક પટેલ

અમદૃાવાદૃ, તા.૨૭
પાટીદૃારોને અનામત અપાવવા અને ખેડૂતોનું દૃેવું માફ કરાવવાને લઈ હાર્દિૃક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિૃવસ છે. હાર્દિૃકે આંદૃોલન સ્થળેથી એફબી લાઈવ પર આજે ભાજપ સરકારન્ો ખુલ્લો પડકાર ફેંકતાં જણાવ્યું હતું કે, જો સરકારમાં તાકાત હોય તો મારા ઘર પાસેથી માત્ર ૨૪ કલાક માટે પોલીસ હટાવી દૃો, તો વૃક્ષોની ડાળીએ ડાળીએ માણસો જોવા મળશે. આ લડાઈ ન્યાય સુધી નહીં પહોંચે ત્યાં સુધી લડવાની છે. ભાજપ પાસે કોઈ અપેક્ષા હોઇ શકે નહીં, પરંતુ સરકાર પાસે અપેક્ષા હોઇ શકે. જો અહીં લગાવેલી પોલીસ ગુજરાતમાં લગાવવામાં આવે તો એક ટીપું પણ દૃારૂ રાજયમાં આવી શકે નહીં. એક તબક્કે હાર્દિૃકે ભાજપના ન્ોતાઓને પણ સત્યની આ લડાઇમાં જોડાવવા માટે આહ્વાહન કર્યું હતું. દૃરમ્યાન હાર્દિૃકના ઉપવાસ સ્થળે આજે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદૃ રીબડીયા પહોંચ્યા હતા અને હાર્દિૃકના આંદૃોલનન્ો સમર્થન જાહેર કરી પોલીસ અને તંત્ર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પોલીસ ભાજપ સરકારની ચાપલૂસી બંધ કરે, આગામી દિૃવસોમાં રાજયભરના ખેડૂતો હાર્દિૃકના ઉપવાસ આંદૃોલનમાં જોડાવાના છે.