ભારતમાં ડીઝલ પેટ્રોલ સૌથી મોંઘા


નવીદિલ્હી તા.27
પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં હૈયાહોળી સર્જાઈ છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 85 રૂપિયા ઉપર પહોંચી ગયો છે તો દિલ્હીમાં કદી ન મોંઘુ થયું હોય તેટલું ડીઝલ મોંઘુ થઈ ગયું છે.
રાજ્યમાં પણ પેટ્રોલના ભાવ 80 રૂપિયાએ પહોંચી ગયા છે. અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવ 79.98 રૂપિયા અને ડિઝલનો
ભાવ 77.77 રૂપિયા છે. જામનગરમાં પણ પેટ્રોલના ભાવ આજે 77.11 રૂપિયા એ ડીઝલના ભાવ 74.56 રૂપિયા છે.
આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. દિલ્હીમાં આજે ડીઝલ 15 પૈસા મોંઘું થયુ છે અને ભાવ 1 લિટરના 69.47 થયા છે.
સરકાર પેટ્રોલ અને ડિઝલ પર પોતાની ડ્યૂટી ઘટાડવા માટે રાજી નથી. પેટ્રોલ અને ડિઝલના વિદેશમાં ભાવ નથી પણ ભારતમાં સરકારે એટલા બધા વેરા લગાવ્યા છે કે સામાન્ય પ્રજાને રાહત થાય તેવી કોઈ સંભાવના નથી. આજે પેટ્રોલ અને ડિઝલના ભાવ સૌથી રેકોર્ડસ્તરે પહોંચ્યા છે. ડિઝલ એ ભારતની આર્થિક વ્યવસ્થાને આગળ વધારે છે. દેશનો ટ્રાન્સપોર્ટ વ્યવસાય ડીઝલ પર જ નભે છે. આમ છતાં સરકાર એક પણ રૂપિયો છોડવા તૈયાર નથી. જેમાં આમ પ્રજાનો મરો થઈ રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 80 રૂપિયા તો મુંબઈમાં આજે સૌથી વધુ 85 રૂપિયા પ્રતિ લિટર છે.