ભારતને સમજી ન શકે તે ‘સંઘ’ને કઇ રીતે સમજશે?


નવી દિલ્હી તા.27
છજજ પ્રચારક અરૂણ કુમારનું કહેવું છે કે, આ બેઠકમાં સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમંત્રિત કરવામાં આવશે. તેમાં રાજનીતિના ક્ષેત્રના લોકોને પણ બોલાવવામાં આવશે. રાહુલ ગાંધી પર આડકતરો ટોણોં મારતા તેમણે કહ્યું હતું કે, જે લોકો હજી સુધી ભારતને નથી સમજી શક્યાં, તે સંઘને શું સમજી સકવાના.
અરૂણ કુમારે વધુમાં ઉમેર્યું હતું કે, દુનિયા મુસ્લિમ આતંકવાદ, મુસ્લિમ બ્રધરહૂડથી કેટલી પીડિત છે તે જ તે સમજી નથી શકતા તો આખા ભારતને કેવી રીતે સમજી શકશે. તેવી જ રીતે જે ભારતને ના સમજી શક્યા તે સંઘને કઈ રીતે સમજશે.