બેલેટ પેપરથી બૂથ કેપ્ચરિંગનો યુગ આવશે

નવી દિલ્હી
મુખ્ય ચૂંટણી આયુક્ત ઓપી રાવતે કહ્યું કે, કેટલાક રાજનીતિક દળો દ્વારા ચૂંટણીમાં ઇવીએમનાં બદલે બેલેટ પેપરના ઉપયોગની માંગ ખોટી છે, આ વ્યવસ્થા ફરીથી બુથ કેપ્ચરિંગની ઘટનાઓ વધી જશે.
બેઠક બાદ મુખ્ય ચૂંટણી પંચ ઓપી રાવતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, બેઠકમાં કેટલાક દળોએ કહ્યું કે, ઇવીએમ અને વીવીપેટ મશીનમાં સમસ્યાઓ આવી રહી છે. રાજનીતિક દળોની આ વાતો અંગે ચૂંટણી પંચ દ્વારા ધ્યાન આપવામાં આવશે અને સમસ્યા ક્યાં અને કેવી આવી રહી છે, તેની તપાસ કરવામાં આવશે.