ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મોદૃીના હસ્ત્ો ઉદ્ઘાટન થશે

  • ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મોદૃીના હસ્ત્ો ઉદ્ઘાટન થશે
    ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મોદૃીના હસ્ત્ો ઉદ્ઘાટન થશે

અમદૃાવાદૃ, તા.૨૫
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સરદૃાર સરોવર બંધના નિર્માણ સ્થળ સાધુ બેટ ખાતે રૂબરૂ મુલાકાત લઇ ત્યાં આકાર પામી રહેલી સરદૃાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી વિરાટતમ અને ઊંચી પ્રતિમાની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ પ્રતિમા આગામી તા.૩૧ ઓક્ટોબર સરદૃાર પટેલ જ્યંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના હસ્તે લોકાર્પણ કરવાની સંપૂર્ણ તૈયારીઓ અંગે બેઠક પણ યોજી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગામી ત્ૌયારીઓન્ો લઇ અધિકારીઓ અને તંત્રના માણસોન્ો જરૂરી સ્ાૂચના પણ આપી હતી. તા. ૨૫ ઓક્ટોબર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી પૂર્ણ થવાની શકયતા છે. મુખ્યમંત્રી દ્વારા યોજાયેલી મહત્વની બ્ોઠકમાં ધ્યાન દૃોરાયું હતું કે, સમગ્ર વિશ્ર્વમાં સરદૃાર પટેલની સૌથી ઉંચી એવી આ પ્રતિમાનું સ્ટીલ સ્ટ્કચર કામ તા.૨૦ સપ્ટેમ્બર સુધીમાં અને બ્રોન્ઝનું કામ તા.૧૦ ઓક્ટોબર સુધીમાં અને સંપુર્ણ ફિનિિંશગ તા.૨૫ ઓક્ટોબર સુધીમાં પુરું કરવાની દિૃશામાં હાલ યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રતિમા સાથે જ સરદૃાર સાહેબના એક અખંડ ભારતના સંકલ્પને સાકાર કરતું શ્રેષ્ઠ ભારત ભવન નિર્માણ પામવાનું છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ૧ લાખ ૪૦ હજાર ઘન મીટર કોનક્રિટના જથ્થો વપરાશે. મુખ્યમંત્રીએ આ સમગ્ર પરિસર વ્લર્ડ ક્લાસ બનવાનું છે, તેની ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પરિસરમાં સફાઈ, સિક્યુરિટી, કાફેટેરિયા, ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ પણ વૈશ્ર્વિક સ્તરની વિક્સાવવામાં આવશે. ૧૮૨ મીટર ઊંચાઈની આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ૧ લાખ ૪૦ હજાર ઘન મીટર કોનક્રિટના જથ્થો વપરાશ કરવામાં આવશે.
આ સિવાય ૧૮૫૦૦ મેં.ટન સ્ટીલ, ૭૦ હજાર મેં.ટન સિમેન્ટ અને ૨ હજાર મેં.ટન બ્રોન્ઝ વપરાશે. ઉલ્લેખનીય છે કે, ૨૨૦૦૦ ચો.મીટર જેટલો આ સ્ટેચ્યુનો સરફેસ વિસ્તાર છે. અંદૃાજે રૂ.૨૯૮૯ કરોડના ખર્ચે આ પ્રોજેકટ તૈયાર થશે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ પરિસરની સાથે-સાથે બોિંટગ, વેલી ઓફ ફ્લાવર અને પ્રવાસન સુવિધાઓ વિકસાવવા અંગેની બાબતોમાં પણ વિચાર વિમર્શ કર્યો હતો અને તંત્રના અધિકારીઓન્ો પ્રોજેકટના લોકાર્પણ સંબંધી ત્ૌયારીઓને લઇ જરૂરી સ્ાૂચના અને નિર્દૃેશો પણ આપ્યા હતા.