પુનર્જન્મની માન્યતા અટલજીને આપણા દેશમાં ફરી જન્માવશે: પણ આગામી ચૂંટણી પછી !

  • પુનર્જન્મની માન્યતા અટલજીને આપણા દેશમાં ફરી જન્માવશે: પણ આગામી ચૂંટણી પછી !
    પુનર્જન્મની માન્યતા અટલજીને આપણા દેશમાં ફરી જન્માવશે: પણ આગામી ચૂંટણી પછી !

જો આ વાત સાચી પડી જાય તો તે આપણા દેશની સદનશીબી લેખાશે ! આપણા દેશને મહાત્મા ગાંધીથી માંડીને વાજપેયી સુધીના મહામાનવની જબરી ખોટ છે.
આમ તો એમના સમોવડીયા અન્ય મહાપુરૂષોનો આપણા દેશને સારી પેઠે ખપ છે અને તે પણ આપણા દેશની વર્તમાન બરબાદીને લક્ષમાં લેતાં એમનાં પુર્નજન્મ વહેલી તકે થાય અને જો એક જ સમયકાળમાં થાય એવી પરમાત્માને પ્રાર્થના કરવી ઘટે છે.
વાજપેયીના પુનર્જન્મને લગતા અહેવાલ માહીતી દર્શાવે છે કે, હિંદુ ધર્મ અનુસાર મનુષ્યનું માત્ર શરીર મરે છે પરંતુ આત્મા નહીં. આત્મા એક શરીરને છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે, એને જ પુન:જન્મ કહેવામાં આવ્યો છે. આમ તો પુન:જન્મ પર હંમેશા ભ્રમ રહ્યો છે, કેટલાક લોકો માને છે તો કેટલાક લોકો આજે પણ શંકા કરે છે. પરંતુ ધર્મ શાસ્ત્રો અનુસાર જે મનુષ્યોના કર્મ સારા હોય છે એ મર્યા બાદ ફરીથી પુન:જન્મ લે છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલ બિહારી વાજપેયીની પવિત્ર આત્માએ હજુ થોડા દિવસ પહેલા જ શરીર છોડ્યું. જો કે જ્યોતિષાચાર્યએ એક મીડિયાને જણાવ્યું કે અટલજીના મૃત્યુ સમયે એમને કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુસાર એ ફરીથી એક વખત દેવ ભૂમિ ભારતમાં પુર્નજન્મ ચોક્કસથી લેશે અને ફરીથી ભારત માતા માટે જીવન સમર્પિત કરશે.
ધર્મ ગ્રંથો અનુસાર એવી માન્યતા છે કે મુક્તિ માત્ર માનવ જન્મમાં જ મળે છે, કહેવાય છે કે માનવ જીવન અનમોલ છે, એના માટે એને 84 લાખ યોનિઓમાંથી પસાર થવું પડે છે ત્યારે મનુષ્ય યોનિમાં જીવન મળે છે. જો કે નવો જન્મ લીધા બાદ ગત જન્મની યાદો ખૂબ જ ઓછા લોકોને રહે છે. એટલા માટે આ ઘટનાઓ ક્યારેયક જ સામે આવે છે. પુન:જન્મની ઘટનાઓ ભારત સહિત દુનિયાના ઘણા ભાગમાં સાંભળવા મળતી રહે છે. જ્યોતિષના કહેવા અનુસાર જો કોઇ જાતકનું મૃત્યુ હવે ઉચ્ચના શનિમાં થાય છે ક્યાંતો જન્મ કુંડળીમાં ઉચ્ચનો શનિ હોય અને એની મહાદશા ચાલી રહી હોય તો જાતકનો એક વખત પુન:જન્મ અવશ્ય થાય છે.
જે સમયે પૂર્વ પ્રધાનમંત્રી અટલજીનું મૃત્યુ થયું ત્યારે એમની કુંડળીમાં પણ શનિ ઉચ્ચનો હતો અને શનિની મહાદશા પણ ચાલી રહી હતી. એટલા માટે એવું કહી શકાય છે કે સ્વ. અટલજી આગામી વર્ષ 2024માં દેવ ભૂમિ ભારતની પવિત્ર ધરતી પર ઉત્તર દિશામાં એક વખત ફરીથી પુન:જન્મ લેશે, અને આવતા જન્મમાં અટલજીની પવિત્ર આત્માનો પુન:જન્મ મિથુન લગ્ન અને વૃશ્વિક રાશિમાં થશે. આવતા જન્મમાં પણ એમની પુણ્ય આત્મા ખૂબ જ બુદ્ધિશાળી હશે અને પુરુષ સ્વરૂપમાં જ એમનો જન્મ પણ થશે.
શાસ્ત્રોમાં વર્ણિત કથાઓ અનુસાર સૌથી વધારે ચોંકાવનારું તથ્ય એ છે કે મનુષ્યની જીવાત્મા સાત વખત પુરુષ અથવા સ્ત્રી બનીને આ શરીર ધારણ કરે છે અને પરમાત્મા એને આ તક એના વર્તમાન જીવનના સારા અને ખરાબ કર્મો દ્વારા જ આગળનું ભાગ્ય નિર્ધારીત કરે છે.
અટલજીની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુસાર આ મહાપુરૂષ 2024માં દેવભૂમિમાં પુનર્જન્મ પામે એવા યોગ છે.
હિન્દુ સંસ્કૃતિ પુનર્જન્મના સિઘ્ધાંતમાં માને છે કે અને કર્મો અનુસાર નવા જન્મમાં જીવન જીવે છે.
પુનર્જન્મના સિધ્ધાંત વિષે એક સરખો મત પ્રવર્તતો નથી. બૌદ્ધ ધર્મ પુનર્જન્મની ફિલોસોફીમાં માનતો નથી.
સર્વાંગી અભ્યાસ પણ કોઇ એ મત ઉપર આવી શકયો નથી.
અમુક ચિંતકો એવું કહે છે કે, પાપ-પુણ્ય અને સ્વર્ગ-નર્ક, એ બધી આપણને વારસામાં મળેલી માન્યતાઓ છે. બાકી તો આ બધું અહીંનું અહીં છે અને કરેલાં કર્મો અહીંને અહીં ભોગવવાનાં છે. આકાશમાં અને અવકાશમાં કોઇ વૈકુંઠ કે અક્ષરધામ કે સ્વર્ગ-નર્ક નથી. સારાં કર્મો કરનારાઓને સુખી જીવન પ્રાપ્ત થાય છે અને બૂરાં કર્મો કરનારાઓને દુ:ખી જીવન પ્રાપ્ત થાય છે.
જયોતિષની બાબતમાં પણ મતભેદો કે અલગ અલગ માન્યતા પ્રવર્તે છે....
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઉમદા અને વિશુદ્ધ જીવન જીવીને અમરત્વ પામ્યા હોવાની શોકાંજલીઓ આપણા મહાપુરૂષોએ આપી છે.
અહીં એવો પ્રશ્ર્ન થાય છે કે, અમરત્વ પામેલા મનુષ્યો પુનર્જન્મ પામે ખરાં ?
આપણા ભકત કવિ નરસિંહ મહેતાએ તો એમની એક રચનામાં એમ લખ્યું છે કે ‘હરિના જન તો મુકિત ન માગે, માગે જનમોજનમ અવતાર રે’
આમાં પુનર્જન્મની માન્યતા પ્રતિબિંબિત થયા વિના રહેતી
નથી !
આ બધું છતાં જો અટલજી 2024માં પુનર્જન્મ પામે તો તે આ માતૃભુમિની સદનશીબી લેખાશે. જો કે, એને માટે ર024 સુધી રાહ જોવી પડશે! તે પહેલા 2019 ની લોકસભાની ચુંટણી પૂરી થઇ ગઇ
હશે !
દેવભૂમિમાં વાજપેયી પુનર્જન્મ પામે તે પહેલા આપણા દેશની પ્રજાએ તેમણે અધુરી મૂકેલી સાંસ્કૃતિક ક્રાંતિને આપણો દેશ આગળ
ધપાવે તેમ જ તમામ સ્વરુપની અધુરૂપને મધુરૂપથી ભરી દેવાનો ધર્મ બજાવે !