ખાખી જાળીયામાં શંકાસ્પદ આગમાં માતા, બે સંતાનના મોત

  • ખાખી જાળીયામાં શંકાસ્પદ આગમાં માતા, બે સંતાનના મોત
    ખાખી જાળીયામાં શંકાસ્પદ આગમાં માતા, બે સંતાનના મોત
  • ખાખી જાળીયામાં શંકાસ્પદ આગમાં માતા, બે સંતાનના મોત
    ખાખી જાળીયામાં શંકાસ્પદ આગમાં માતા, બે સંતાનના મોત

રાજકોટ તા.24
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે રહેતી કોળી પરિણીતા અને બે માસુમ સંતાનોનું શંકાસ્પદ આગમાં ભડથું થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી છે પ્રાયમસ ફાટતા આગ લાગી હોવાની મૃતક મહિલાના પતિના નિવેદનથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે પરંતુ માતા અને બે માસુમ બાળકોના મોતથી નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે રહેતા અને મજૂરીકામ કરતા જીતેન્દ્રભાઈ તંબોળીયા નામના કોળી યુવાનના ઘરમાં સાંજે ચારેક વાગ્યે તેની 25 વર્ષીય પત્ની લીલાબેન 5 વર્ષનો પુત્ર રાજ અને 3 વર્ષનો પુત્ર મનીષ ચા નાસ્તો કરતા હતા ત્યારે અચાનક કોઈ કારણોસર પ્રાયમસ ફાટતા આગ ભભૂકી ઉઠતા ત્રણેય આગમાં ભડથું થઇ ગયા હતા જીતેન્દ્રભાઈને એસીડીટી થઇ હોય તેઓ સુતા હતા દેકારો થતા પાડોશીએ આવી જીતેન્દ્રભાઈને ઉઠાડતા પત્ની અને સંતાનોને તરફડીયા મારતા જોઈ હતપ્રભ બની ગયા હતા ગ્રામજનોની મદદથી ત્રણેયને સારવાર અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં લીલાબેનને સારવાર મળે તે પૂર્વે જ મોટ નીપજ્યું હતું જયારે બંને સંતાનોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ બંને બાળકોને પણ મૃત જાહેર કર્યા હતા મૃતક પત્નીના પતિ જીતેન્દ્રભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે તેના લગ્ન 7 વર્ષ પૂર્વે થયા હતા મોટો દીકરો રાજ બાલમંદિર જતો હતો તેને પગમાં ગુમડુ થયું હોય બપોર બાદ હોસ્પિટલે લઇ જવાનો હતો પત્ની લીલા પણ ખેતીમાં દાડીયે જતી હતી બપોરે કામેથી પરત આવી હતી 7 વર્ષના લગ્નગાળા દરમિયાન કોઈ અણબનાવ કે ઝઘડો થયો નથી તેનું માવતર ધોરાજી છે તેના સસરા ભુપતભાઇ પણ મજૂરીકામ કરે છે પરંતુ ઘરમાં બનાવ બન્યો ત્યાં સુધી પતિને જાણ નહિ થઇ હોય અને પાડોશીએ આવીને જાણ કરી હોય બનાવ શંકાસ્પદ હોય ઉપલેટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે માતા અને બે સંતાનોના મોતથી નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે