રાજૂલા કોર્ટના રજીસ્ટાર ગૂમ થયા બાદ સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

  • રાજૂલા કોર્ટના રજીસ્ટાર ગૂમ થયા બાદ સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો
    રાજૂલા કોર્ટના રજીસ્ટાર ગૂમ થયા બાદ સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

રાજુલા તા.24
રાજૂલા કોર્ટના રજીસ્ટાર ઘરેથી ગઈકાલે મધરાતે ગૂમ રહ્યા બાદ આજે બપોરે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાંથી સળગેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.નિવૃત થવાના એક સપ્તાહ પહેલા જ વિપ્ર આધેડની હત્યા થઈ છે કે આપઘાત કર્યો છે તે રહસ્ય ઘેરૂ બન્યું છે. પોલીસે રજીસ્ટારના મોતનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી છે.
રાજુલા કોર્ટ માં રજીસ્ટાર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ કેશવલાલ વ્યાસ ઉમર 58 ગઈ કાલ બપોર થી ગૂમ થતા મોડી રાતે તેમના પત્ની પ્રતિભાબેન રાજુલા પોલીસ સ્ટેશન પહોચી ગુમ થયા ની જાહેરાત આપી હતી અને સવારે 11 વાગ્યા આસપાસ છતડીયા રોડ પર આવેલ સૂર્યબંગ્લોજ નજીક બાવળ ની કાટ માં લાશ મળી આવતા સ્થાનિક લોકો એ રાજુલા પોલીસ ને જાણ કરતા ડી.વાય.એસ.પી.રાજુલા પી.એસ.આઈ. જીજી જાડેજા સહીત એસઓજી નો કાફલો દોડી ગયો હતો.
ઘટના સ્થળે સળગેલી હાલત માં લાશ બાજુ માંથી 1 બોટલ અને સળગાવવા માટ બાક્સ પણ મળી આવતા ચકચાર મચી ગઈ સૂર્યાબન્ગલોજ વિસ્તાર આખો દિવસ ધમધમતો હોય છે તેવા વિસ્તાર માંથી લાશ મળી આવતા લોકો ના ટોળેટોળા એકઠા થયા હતા ઘટના ની જાણ થતા વકીલો મોટી સંખ્યા માં દોડી આવ્યા અને કોર્ટ કાર્યવાહી આજ ના દિવસે સ્થગિત કરી દેવા માં આવી હતી
મૃતક રમેશભાઈ કેશવલાલ વ્યાસ વર્ષો થી કોર્ટ માં રજીસ્ટાર તરીકે ફરજ બજાવે છે અને વ્યાસ જી ની ઓળખ ધરાવતા હતા આગામી 31 તારીખ એ નિવૃત થવાના હોવાનું વકીલો પાસે થી જાણવા મળ્યું છે પરિવારજનો માં પણ ભારે શોક છવાયો હતો તેમના પત્ની પ્રતિભાબેન રાજુલા હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવે છે
મૃતક ની લાશ રાજુલા હોસ્પિટલ માં પી.એમ માટે ખસેડવા માં આવી છે પી.એસ.આઈ. જાડેજા તપાસ ચલાવી રહ્યા છે ઘટના સ્થળે થી તેમનું મોટરસાઇકલ બાઈક પણ થોડે દૂર થી મળી આવ્યું છે પ્રાથમિક તપાસમાં તેમને જાતેજ સળગી ને આપઘાત કરી લીધો હોવાનું મનાય રહ્યું છે હાલ માં પોલીસ ખુબ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે એવું તો ક્યુ કારણ હતું કે અવાવરું જગ્યા પર રમેશભાઈ એ આપઘાત કર્યો તેને લઇ ને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ તંત્ર છતડીયા રોડ પર આવેલ સીસીટીવી ફૂટેજ ની પણ ચકાસણી કરી રહી છે બાઈક પર સાથે અન્ય કોઈ હતું કે કેમ તે દિશા માં પણ તપાસ કરી રહ્યા છે