લોકસભાની ચૂંટણી ટાણે હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત: નીતિન પટેલ

  • લોકસભાની ચૂંટણી ટાણે હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત: નીતિન પટેલ
    લોકસભાની ચૂંટણી ટાણે હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત: નીતિન પટેલ

અમદાવાદ તા.25
પાટીદાર અનામત આંદોલન સમિતિનો ક્ધવીનર હાર્દિક પટેલે આજથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા તે પૂર્વે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ આંદોલનમાં કોંગ્રેસનો હાથ હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતુ કે, ભાગલા પાડવાની જે કામગીરી છે, તે બંનેનો તફાવત ગુજરાતની જનતા જરૂર જોશે અને સમજશે આવા કોઈપણ આંદોલન, કોઈપણ જ્ઞાતિ, જાતિનાં લોકો કરતા હશે એમને ગુજરાતની 6 કરોડની જનતા કોઈ પણ પ્રકારનો સહયોગ નહી આપે
તેવો અમને સંપૂર્ણ વિશ્ર્વાસ છે. ભારતીય જનતા પક્ષમાં પી.એમ. મોદી અને અમિત શાહ અને વિજય રૂપાણીના અમારા નેતૃત્વમાં વિશ્ર્વાસ વ્યકત કરી 22 વર્ષ પછી પણ અમારી સરકાર બનાવી છે.
જયારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસના ઈશારાથી જ આ બધુ થતું હોય, એ ચોખ્ખુ દેખાય આવે છે. હાર્દિક પટેલનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. સરદાર વલ્લભભાઈ પટેલે લોકોને જોડયા છે. પરંતુ કોંગ્રેસે લોકોને તોડયા છે.