આંદોલનના અધિકારને દબાવવા સરકારનો પ્રયાસ: પરેશ ધાનાણી

  • આંદોલનના અધિકારને દબાવવા સરકારનો પ્રયાસ: પરેશ ધાનાણી
    આંદોલનના અધિકારને દબાવવા સરકારનો પ્રયાસ: પરેશ ધાનાણી

અમદાવાદ તા.25
આમરણાંત ઉપવાસ પર આજે 3 વાગ્યે બેસનારા હાર્દિક પટેલને આંદોલનને રોકવા માટે સરકાર અને પોલીસ એડીચોટીનું જોર લગાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. રાજયભરમાંથી પાટીદારોની અટકાયત કરવામાં આવી રહી છે. હાર્દિકના સમર્થકોને ઘર અને ઓફીસોમાંથી પોલીસે ઉઠાવી લીધા છે. સમગ્ર રાજયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસે ગોઠવી દેવો પડયો છે. બીજી વિધાનસભા વિરોધ પક્ષ (કોંગ્રેસ)ના નેતા શ્રી પરેશ ધાનાણીએ ટિવટ કરી સરકારની આલોચના કરી હતી.
ધાનાણીએ લખ્યું હતુ કે, આંદોલન અઢારેય વર્ણનો અધિકાર અંગ્રેજોની ગુલામીમાંથી અહીંસાના પંથ ઉપર આંદોલનના માર્ગે અઢારેય વર્ણએ એક થઈને મેળવી હતી. આઝાદી, આજે આઝાદ ભારતમાં આંદોલનના રાષ્ટ્રીય અધિકારને ગુલામીની જંજીરે જકડીને બંધારણની બલી ચડાવવાનું પાપ કોણ કરી રહ્યું છે...?
આ આંદોલનમાં કોંગ્રેસના પણ ઘણા નેતા જોડાવાના છે. તેવી વાત સામે આવી રહી છે. ત્યારે ગુજરાતનાં વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પણ ટવીટ કરીને સરકાર જે કરી રહી છે. અથવા કરાવી રહી છે તેના પર શાબ્દીક હુમલો કર્યો હતો.