ધ્રાંગધ્રાનાં એસ.ટી. બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયા ચકકાજામ

  • ધ્રાંગધ્રાનાં એસ.ટી. બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયા ચકકાજામ
    ધ્રાંગધ્રાનાં એસ.ટી. બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયા ચકકાજામ

ધ્રાંગધ્રા તા.24
ધ્રાગધ્રા-સુરેન્દ્રનગરની એસ.ટી. બસના ધાંધીયાથી ત્રાસી વિધાથીઁઓ દ્વારા બસો રોકી વિરોધ્ધ પ્રગટ કર્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા બાળકોના અભ્યાસ માટે કરોડો રુપિયાનો ખચઁ કરી મોટી-મોટી જાહેરાતો કરાય છે જેમા વિધાથીઁઓને પડતી મુશ્કેલીઓની સમશ્યા માટે પણ અનેક ગ્રાન્ટો પાસ કરાય છે જેમ કે વિધાથીઁઓને અપડાઉન માટે પાસ સુવિધા તથા વાહનોની વ્યવસ્થા કરવાની જાહેરાત પણ છે પરંતુ ધ્રાગધ્રાથી સુરેન્દ્રનગર કેટલાક વિધાથીઁઓ દરરોજ પોતાનો અભ્યાસ પુણઁ કરવા માટે ધક્કા ખાય છે ત્યારે ધ્રાગધ્રા-સુરેન્દ્રનગર રુટની એકપણ બસ સમયસર નહિ
આવતા વિધાથીઁઓને મુશ્કેલી પડી રહી છે સવારના સમયે ધ્રાગધ્રા પંથકના વિધાથીઁઓ પોતાના ભવીષ્ય માટે દરરોજ સુરેન્દ્રનગર અભ્યાસ કરવા માટે જાય છે પરંતુ તેઓનો અભ્યાસ વચ્ચેથી જ છુટી જાય તેવી સ્થિતી ઉદ્ભવ થાય છે જેમા સુરેન્દ્રનગર રુટની સરકારી બસો ટાઇમ આવતી નથી સાથોસાથ વિધાથીઁઓને ટાઇમસર પોતાની સ્કુલ કોલેજોમા પહોચવાનુ હોવા છતા બસના ડ્રાઇવર તથા ક્ધડક્ટર દ્વારા મયાઁદીત લોકોને લેવામા આવતા હોવાથી કેટલાક વિધાથીઁઓને પોતાની સ્કુલ કોલેજના સમય કરતા કલાકો સુધી મોડા પહોચવુ પડે છે. જેથી વિધાથીઁઓને કોલેજમા ગેરહાજરી જોવા મળે છે. ત્યારે વારંવાર સરકારી બસોના ધાંધીયાના લીધે આજે ધ્રાગધ્રા તથા હળવદ પંથકના કેટલાક વિધાથીઁઓ દ્વારા બસસ્ટેન્ડમા જ સરકારી બસોને રોકી આંદોલન શરુ કયાઁ હતા જેમા સુરેન્દ્રનગર સહિત અન્ય કોઇપણ સરકારી બસોને બસ સ્ટેન્ડની બહાર નિકળવા ન દેતા દરેક બસોનો ટાઇમ ટેબલ ખોરવાયો હતો અંદાજે પચીસ મિનિટ જેટલા દેખાવ બાદ અંતે બસ સ્ટેન્ડના સત્તાધીશો દ્વારા પોલીસને જાણ કરાયા બાદ તુરંત પોલીસે મામલો ઠાળો પાડી તમામ રુટની રોકાયેલી બસોને રુટ પ્રમાણે વહેતી કરી હતી.